BREAKING NEWS

ઉપલેટામાં જેસીબીચાલક પર નજીવી બાબતે ધોકા વડે હુમલાનો મામલો

  • April 29, 2026 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઉપલેટામાં નજીવી બાબતે જેસીબી ચાલક પ્રૌઢ પર પિતા– પુત્રે ધોકા વડે હત્પમલો કરી તેમની આંગળી ભાંગી નાખી હતી. વાડી વિસ્તારમાં જાજ કેમ કયુ કહી આ હુમલાનો મામલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે ઉપલેટાના વીજવાસણ મંદિર પાસે પોરબંદર રોડ પર રહેતા અને જેસીબી ચલાવવાનું કામ કરતા રામભાઇ દેવાભાઇ ગોજીયા(ઉ.વ.૫૨) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લાલા વજસીભાઇ વિંજવા અને વજસીભાઇ ગોવાભાઇ વિંજવાના નામ આપ્યા છે. પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.૨૮ના રોજ સવારે ૮ વાગ્યા આસપાસ નેશનલ હાઇવે નજીક આવેલ નાનુભાઇ કિશોરભાઇ પટેલની વાડીએ તે જેસીબી લઇને ભાડું કરવા ગયા હતા. બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ પ્રૌઢને જાજ લાગતા નજીકમાં જાજ કરવા ગયા હતાં. દરમિયાન ત્યાંથી પરત ફરતા લાલાભાઇ વિંજવા મોટર સાયકલ લઇને નીકળતા મને કહેલ કે આ જગ્યાએ રસ્તા વચ્ચે તમે કેમ જાજ કરેલ છે? જેથી પ્રૌઢે કહ્યું કે મારાથી ભૂલ થઇ ગયેલ છે બાદ લાલો ત્યાંથી જતો રહેલ હતો. જેથી હત્પં તથા ટ્રેકટરના ડ્રાઇવર અમાં કામ કરવા લાગેલ હતા. સાંજના સાડા સાત વાગ્યા આસપાસ કામ પૂર્ણ થઇ જતા ટ્રેકટર ચાલક હિસાબ કરતા હતા. દરમિયાન લાલા વિંજવા અને તેના પિતા વજસી વિંજવા હાથમાં ધોકો લઇ મોટર સાયકલ પર ધસી આવેલ હતા. લાલાએ એકાએક ધોક્કો મારતા પ્રૌઢે હાથ આડો રાખી દીધો હતો. જેથી મને બંને હાથમાં ધોકો વાગી ગયો હતો બાદ વજસીભાઇએ ધોક્કાનો ઘા ઝીંકી જેસીબીનો કાચ તોડી નાંખ્યો હતો ત્યારબાદ પિતા–પુત્રએ મને પગ અને હાથના ભાગે ધોક્કાના ઘા ઝીંકયા હતા. જેથી પ્રૌઢ નીચે પડી ગયા હતાં. દરમિયાન ટ્રેકટરના ચાલકોએ વચ્ચે પડી મને વધુ મારમાંથી બચાવ્યો હતો. જેથી બંને પિતા–પુત્ર ત્યાં નાશી ગયેલ હતા. બાદ ટ્રેકટર ચાલક દીપુભાઇએ મારા પુત્ર સાગરને ટેલીફોનીક જાણ કરતા તે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તે મને ફોરવ્હીલ કારમાં ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયેલ હતો. યાં તબીબે મારા જમણા હાથની પહેલી આંગળીમાં ફ્રેકચર થયા હોવાનું જાહેર કયુ હતું. મામલામાં પ્રૌઢે હોસ્પિટલના બીછાનેથી ફરિયાદ આપતા ઉપલેટા પોલીસની ટીમે વિંજવા પિતા–પુત્ર વિધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application