રાજકોટ શહેરમાં ના. મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ કાયદો વ્યવસ્થાની સ્થિતિના લીરા ઉડાવતી ઘટના બનવા પામી છે. આજી જીઆઇડીસીમાં સમી સાંજના આઠેક વાગ્યે તન્વી એકસપોર્ટ પેઢીની રિફાઇનરી પાસે કારમાં આવેલા ચાર લૂંટા પૈકી બે શખસોએ નીચે ઉતરી પેઢીના મેનેજર લાલજીભાઇ લવજીભાઇ સરધારા(ઉ.વ.૫૩ રહે. એ.પી.પાર્ક, બીગ બજાર પાસે) પાસેથી સોના– ચાંદી ભરેલો થેલો આંચકવાનો પ્રયાસ કર્યેા હતો. લાલજીભાઇએ પ્રતિકાર કરતા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી .૧.૫૩ કરોડ સોના–ચાંદીની લૂંટ કરી લૂંટા કારમાં નાસી ગયા હતાં. બીજી તરફ ફાયરિંગમાં મેનેજરને છાતીના ભાગે ગોળી વાગી જતા ટુંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.
લુંટ વીથ મર્ડરની આ ઘટનાના પગલે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઈમ જગદિશ બાંગરવા, ડીસીપી ઝોન–૧ હેતલ પટેલ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. લુૂંટાઓને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચ, એલસીબી સહિતની અલગ અલગ ટીમોએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. દરમિયાન ગણતરીની કલાકોમાં રાજસ્થાનથી ચાર લૂંટાને ઝડપી તમામ મુદ્દામાલ રિકવર કરી ભેદ ઉકેલી નાખ્યો છે. લૂંટમાં પૂર્વ કર્મી સહિતનાની સંડોવણી ખુલી છે. જે અંગે સત્તાવાર વિગતો બપોર બાદ જાહેર કરવામાં આવશે.
બનાવ અંગે બીપીનભાઇ ગોરધનભાઇ વીરડીયા(ઉ.વ.૫૨ રહે. ગોવર્ધન મકાન સાધના સોસાયટી શેરી નં.૦૧૦૪ નો ખુણો સહકાર મેઇન રોડ) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ આજી જી.આઈ.ડી.સી. મેઇન રોડ બાવીશી વે–બ્રિજ સામે તન્વિ એક્ષપોર્ટ ઇન્ડીયા લીમીટેડ નામની સોના ચાંદીની મેન્યુફેકચરીંગ પેઢી અન્ય ભાગીદારો સાથે છેલ્લા ત્રણેક વર્ષથી ભાગીદારીમા ચલાવી સોના–ચાંદીના તૈયાર ઘરેણા ઓલ–ઇન્ડિયામા અલગ અલગ જગ્યાએ વેચાણ કરે છે. તન્વિ એક્ષપોર્ટથી આશરે ચાલીશ મિટરના અંતરમા તેમની રીફાઇનરી આવેલી છે. રીફાનરીમા સોના–ચાંદીનુ રીફાઇન થયા બાદ કોઇ અંગત માણસ સાથે કંપનીમા કામ કરતા સિકયુરીટી ગાર્ડ સાથે મોકલી વેલરી બનાવતા યુગ બિલ્ડીંગ ખાતે આપ–લે કરે છે.
ગઇકાલના રાત્રીના સવા આઠેક વાગ્યાની આસપાસ ફરિયાદી તથા કિશોરભાઇ હાપલીયા કોટેચા ચોક પાસે હતા ત્યારે અન્ય ભાગીદાર મયુરભાઇ લીંબાસીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કંપનીમા કામ કરતા લાલજીભાઇ સરધારા ઉપર રીફાઈનરી પાસે ફાયરિંગ થયું છે અને આશરે દોઢેક કરોડના સોના– ચાંદીના માલની લૂંટ થઇ છે અને અત્યારે લાલજીભાઇ સરધારાની મધુરમ હોસ્પીટલમાં સારવાર ચાલુ છે તેવી વાત કરતા ફરિયાદી અને કિશોરભાઇ મધુરમ હોસ્પિટલ ગયા હતા અને ત્યારે હોસ્પીટલમાં બિજા ભાગીદારો પણ હાજર હતા અને ત્યારે લાલજીભાઇની ઇમરજન્સી મમા સારવાર ચાલુ હતી અને ત્યારે ત્યાં હાજર ભાગીદાર રાજભાઇ અશોકભાઇ ભાલારાએ વાત કરી હતી કે, સાંજના સવા સાતેક વાગ્યાના અરસામા રિફાઇનરી ખાતે કામ કરતા વર્કર બાબુભાઇ બચુભાઇ કાકડીયાનો તુષારભાઈ વલ્લભભાઇ સાવલિયાને ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, પંદરેક મિનીટ બાદ કોઇ માણસને રીફાઇનરી ખાતે મોકલો રિફાઇન સોનાના અલગ અલગ વજનના ઢાળીયા જેનુ વજન આશરે ૯૪૬ ગ્રામ કિ.. આશરે
(અનુ. સાતમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application