ધોરાજીના સુપેડી ગામે બે માસ પહેલા રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી અહીંી શંકાસ્પદ જંતુનાશન દવાનો જથ્ો ઝડપી લીધો હતો. લેબ રિપોર્ટમાં અહીંી લેવામાં આવેલા સેમ્પલ ફેઇલ યા હતાં. જેી આ અંગે ધોરાજીમાં ડુપ્લીકેટ દવા વેચનાર તા તેને દવાઓ સપ્યાલ કરનાર ત્રણ કારખાનેદાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાજકોટ ગ્રામ્ય એલસીબીના એએસઆઇ મદનસિંહ જેઠુસિંહ ચૌહાણની ફરિયાદ પરી ધોરાજી તાલુકા પોલીસે ધોરાજીના સુપેડી ગામે રહેતા રમણીકભાઈ ભાલોડી, રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે રહેતા મૂળ અનિડા ભાલોડીના વતની ક્રિષ્ના બાયોટેક શાપરના માલિક દિવ્યેશ નટવરલાલ ભલોડી, જીગ્નેશ નટવરલાલ ભલોડી (રહે. જે.કે. ચોક પાસે રાજધાની એપાર્ટમેન્ટ) તા મેટોડા જીઆઇડીસીમાં આવેલી આર.પી.એચ. ક્રોપ સાયન્સના માલિક વિજય ખીમજીભાઇ મોણપરા (રહે કોસ્મોપ્લેકસ સિનેમાની પાછળ, રાજકોટ) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદીએ એએસઆઇએ જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ગઇ તા. ૨૪-૮-૨૦૨૬ ના ધોરાજી તાલુકાના સુપેડી ગામે સ્ટેશન રોડ ઉપર આવેલી શિવશક્તિ એગ્રો નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો અને અહીંી પિયા ૯૫,૫૦૫ ની કિંમતનો ૭૧ બોટલ શંકાસ્પદ જંતુનાશક દવાનો જથ્ો કબજે કર્યો હતો. જે તે સમયે દુકાનના માલિક બ્રિજેશ રમણીકભાઈ ભાલોડી (રહે. સુપેડી) સામે જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી અને અહીંી દવાના સેમ્પલો લઈ લેબ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.
બીજી તરફ આ જાણવા જોગની તપાસ દરમિયાન એવી હકીકત સામે આવી હતી કે, અહીં દુકાનમાંી મળી આવેલો શંકાસ્પદ જંતુનાશક દવાનો જથ્ો શાપર વેરાવળના ક્રિષ્ના બાયોટેકના માલિક દિવ્યેશ નટવરલાલ ભલોડી, જીગ્નેશ નટવરલાલ ભાલોડી તા મેટોડા જીઆઇડીસીમાં આર.પી.એચ ક્રોપ સાયન્સના વિજય ખીમજીભાઈ મોણપરાએ સપ્લાય કર્યાનું ખુલ્યું હતું.
સુપેડી ગામે એગ્રો ની દુકાનમાંી જે શંકાસ્પદ જંતુનાશક દવાનો જથ્ો મળી આવ્યો હતો તેના સેમ્પલનો લેબોરેટરીમાં પરિક્ષણમાં આ સેમ્પલ ફેલ યા હતા જેી અહીંી ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ ખેડૂતોને વેચવામાં આવતી હોવાનું માલુમ પડ્યું હતું. આ રીતે ખેડૂતો સો દવાઓની ગુણવત્તા બાબતે છેતરપિંડી કરનાર આ શખસો એલસીબીના એસઆઇની ફરિયાદ પરી ધોરાજી તાલુકા પોલીસે બીએનએસની કલમ ૩૧૮(૩), ૩૪૫(૩) ૩૪૭(૧) ૩૪૯, ૫૪ તા જંતુનાશક દવા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.