મોરબી નજીક હાઈવે પર બાળ મજૂરી કરાવતા કોન્ટ્રાકટર સામે ગુનો દાખલ
મોરબી નજીક હાઈવે પર બાળ મજૂરી કરાવતા કોન્ટ્રાકટર સામે ગુનો દાખલ
April 24, 2026 02:55 PM
મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે મહેન્દ્રનગરથી મોરબી–કંડલા હાઈવે તરફ જતા નવા બનતા રોડ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી કોન્ટ્રાકટર દ્રારા સગીર વયના બાળ કિશોર પાસે રોડ પર પથ્થરો હટાવવા, સાવરણાથી સફાઈ કરવી અને સળિયાના સેન્ટિંગ જેવી જોખમી મજૂરી કરાવવામાં આવી રહી હતી. જેથી આરોપી કોન્ટ્રાકટર ભગવાનસિંહ નારાયણસિંહ ચૌહાણ રહે. હરિઓમ પાર્ક પાસે, મોરબી, મૂળ રહે. સતલાસણા, જી. મહેસાણાવાળા વિદ્ધ બાળ અને તણ (પ્રતિબંધિત) કાયદાની કલમ –૩,૭ અને ૧૪(૧) તથા જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન) એકટ ન કલમ –૭૯ મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે