પડઘરી તાલુકાના તરઘડી ગામે સેન્ટ્રીંગની ડેલામાં દીવાલમાં બાકોરૂ પાડી તકસ્કર અંદર પ્રવેશ્યો હતો.અહીં ઓફિસમાંથી રૂ.૨૦ હજારની રોકડ ચોરી કરી લીધી હતી.આ અંગે ઓફિસના સીસીટીવી ફૂટેજ જોતા મોઢે રૂમાલ બાંધી અહીં ચોરી કરવા આવેલો શખસ કેમેરામાં કેદ થઇ ગયો હતો.જે ફૂટેજના આધારે પોલીસે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,પડઘરી તાલુકાના તરઘડી ગામે રહેતા રણજીતભાઇ સુરેશભાઇ ગોહેલ(ઉ.વ ૩૭) નામના વેપારીએ આ અંગે પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે તથા તેમના કાકા મોહનભાઇ ખોડાભાઇ ગોહેલ અહીં પડધરીમાં ભગવતી કૃપા સેન્ટ્રીંગ નામે ઓફિસ રાખી બાંધકામનો સામાન ભાડે આપવાનું કામ કરે છે.
ગત તા. ૧/૩ ના રાત્રીના આઠેક વાગ્યે ફરિયાદીના કાકા અહીં ઓફિસ બંધ કરી ઘરે ગયા હતાં.બાદમાં બીજા દિવસે સવારે ફરિયાદીના કાકા ઓફિસ ખોલવા જતા તેનું તાળુ તુટેલું હતું અને નીચે પડયું હતું.બાદમાં તપાસ કરતા માલુમ પડયું હતું કોઇએ અહીં દીવાલમાં બાકોરૂ પાડી પ્રવેશ કરી ચોરી કરી હોવાનું માલુમ પડયું હતું.જેથી તેમણે ભત્રીજાને વાત કરતા ફરિયાદી અહીં પહોંચી ગયા હતાં.અહીં આવી ઓફિસમાં જોતા ટેબલના ખાનામાં રાખેલ રોકડ રૂ.૨૦ હજારની ચોરી થઇ ગયાનું માલુમ પડયું હતું.
બાદમાં ફરિયાદીએ અહીં ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં રાત્રીના એક શખસ મોઢે રૂમાલ બાંધી ઓફિસમાં આવી ચોરી કરતો હોવાનું માલુમ પડયું હતું.જેથી તેમણે આ અંગે પોલીસને જાણ કરતા પડઘરી પોલીસ મથકના હેડ કોન્સ. એચ.આઇ.બેલીમે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.ચોરીના આ બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech