BREAKING NEWS

મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વેરાવળ ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી

  • October 02, 2026 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વેરાવળ ખાતે ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રિ. ડો. બંધીયા કાર્યક્રમની શરૂઆત મહાત્મા ગાંધીજીના જીવન અને વિચારોનું સ્મરણ  કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ગાંધીજીના સત્ય, અહિંસા, સાદગી, સ્વચ્છતા અને સર્વોદયના વિચારો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈને સત્ય અને અહિંસાના માર્ગે ચાલવા તથા સમાજમાં શાંતિ, અને માનવતાના મૂલ્યો જાળવવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા.ડો. પુષ્પાબેને મહાત્મા ગાંધીજીના જીવનમાં 11 વ્રતોનું મહત્વ સમજાવ્યું હતું. ડો.વર્ષાબેને મહાત્મા ગાંધીજીના રાષ્ટ્રનિર્માણમાં રહેલા યોગદાન તથા સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application