#aajkaal team
આજે રાજકોટ સહીત સમગ્ર ગુજરાત ઉતરાયણના પર્વની ઉજવણીમાં ખીલી ઉઠ્યું છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગ ઉડાવી ઉત્સવનો આનંદ માણ્યો હતો. તેમણે પતંગ ચગાવ્યા પછી ચીકીનો સ્વાદ પણ માણ્યો અને લોકોએ સલામતી સાથે પતંગબાજી કરવા અપીલ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ચાઈનીઝ દોરી અંગે સરકાર કડક પગલાં લઈ રહી છે અને કોઈ માટે આ દોરી ખતરનાક સાબિત ન થાય તે જરૂરી છે.
રાજ્યભરમાં ઉતરાયણના તહેવારમાં પતંગરસિકોનો ઉત્સાહ જોયો જઈ રહ્યો છે. વહેલી સવારથી આકાશ રંગબેરંગી પતંગોથી ભરી ગયું છે, અને પેચ લડાવવાના શોખીન મોજ માણી રહ્યા છે. આખા દિવસે પતંગબાજીનો હલચલ અને પતંગ ઉડાડવાની રમઝટ સૌને આકર્ષિત કરી રહી છે. પતંગબાજી સાથે લપેટ..લપેટ..બુમનો અવાજ સમગ્ર પોળમાં ગુંજતો રહે છે.ગુજરાતના ઉતરાયણ પર્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ઉડાવી લોકોએ આનંદ માણ્યો. તેમણે સુરક્ષા માટે લોકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની પરંપરા જાળવી રાખતા ઉત્તરાયણના પર્વે પોતાના માદરે વતન ગુજરાતના પ્રવાસે છે. આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પહોંચતા જ સ્થાનિક નાગરિકો અને ભાજપના કાર્યકરોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. અમિત શાહ નારણપુરા સ્થિત અર્જુન ગ્રીન્સ એપાર્ટમેન્ટના ધાબે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પતંગની ડોર હાથમાં પકડીને આકાશમાં પેચ લડાવ્યા હતા. વર્ષોથી નારણપુરા સાથે જોડાયેલા હોવાથી તેઓ અહીંના લોકો અને કાર્યકરો સાથે ખૂબ જ સહજતાથી ભળી ગયા હતા અને 'કાપ્યો' છે' ના નાદ સાથે ઉત્તરાયણની પતંગબાજીનો આનંદ માણ્યો હતો.
ગૃહમંત્રીનો દેશી અંદાજ
ગૃહમંત્રી અમિત શાહ આ વર્ષે નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. કાર્યકરો સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ ટેરેસ પર ગરમાગરમ ઊંધિયું અને જલેબીનો સ્વાદ પણ માણ્યો હતો. સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમિત શાહે સામાન્ય નાગરિકની જેમ ધાબા પર પતંગ ચગાવીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. પોતાના લોકપ્રિય નેતાને પોતાની વચ્ચે પતંગ ચગાવતા જોઈને સ્થાનિક રહીશોમાં ભારે કુતૂહલ અને આનંદ જોવા મળ્યો હતો.