જામનગર : ટાઉનહોલ પાસે થર્ટી ફર્સ્ટની રાત્રે રામધૂન સાથે કરાઇ ઉજવણી: શહેરમાં અનેક સ્થળે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
જામનગર : ટાઉનહોલ પાસે થર્ટી ફર્સ્ટની રાત્રે રામધૂન સાથે કરાઇ ઉજવણી: શહેરમાં અનેક સ્થળે ધાર્મિક કાર્યક્રમો યોજાયા
January 01, 2026 07:17 AM
જ્યોત ગણેશ મિત્રમંડળ દ્વારા દર વર્ષે થર્ટી ફર્સ્ટની રાત્રિએ રામધૂનથી અનેરી ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે જ્યોત ગણેશ મિત્ર મંડળ તથા શ્રીધન પેલેસ મિત્ર મંડળ દ્વારા ગત રાત્રિના રામધૂનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભરતભાઇ પાઠક, હિતેશભાઇ બારોટ, કૌશિકભાઇ રામાવત સહિતની ટીમે શ્રોતાજનોને રામમય બનાવ્યા હતા, રામધૂન સંગાથે શ્રોતાજનો ભક્તિરસમાં ગળાડૂબ થયા હતા. રામધૂન બાદ ભજીયા પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યો હતો, દર વર્ષે કરવામાં આવતી રામધૂન અન્ય યુવાનોને પ્રેરણા પૂરી પાડે છે. જામનગરના રણજીતનગરમાં પણ સુંદર કાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.