બોલિવૂડ અને સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી શાલિની પાંડે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના દુરુપયોગનો ભોગ બની છે. સોશિયલ મીડિયા પર તેનો એક બોગસ અને એડિટ કરેલો એઆઈ-જનરેટેડ (ડીપફેક) વીડિયો વાયરલ થતાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની કડક પ્રતિક્રિયા આપી છે. શાલિનીએ સ્પષ્ટ કર્યું છે કે વાયરલ થઈ રહેલો આ વીડિયો તદ્દન ફેક છે અને તેની સાથે તેનો કોઈ સંબંધ નથી. શાલિની પાંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરીને આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું:હું ઓનલાઈન વાયરલ થઈ રહેલા મારા એક ફેક એઆઈ-જનરેટેડ વીડિયો અંગે વાત કરવા માંગુ છું. આ વીડિયો સંપૂર્ણપણે બનાવટી છે અને તેમાં હું નથી. લોકોને, ખાસ કરીને મહિલાઓને નિશાનો બનાવવા અને નુકસાન પહોંચાડવા માટે આ રીતે ટેકનોલોજીનો દુરુપયોગ થતો જોઈને મને ખૂબ જ દુઃખ અને ચિંતા થાય છે. આ પ્રકારના સાયબર ક્રાઈમ અને ટેકનોલોજીના દુરુપયોગની સખત શબ્દોમાં નિંદા કરતા શાલિનીએ આગળ લખ્યું:હું આ પ્રકારના દુરુપયોગની સખત શબ્દોમાં નિંદા કરું છું અને માનું છું કે આ રીતે ટેકનોલોજીના ખોટા ઉપયોગને ક્યારેય સામાન્ય ન ગણવો જોઈએ. જો તમને આ વીડિયો ક્યાંય પણ દેખાય, તો કૃપા કરીને તેને શેર, ફોરવર્ડ કે ડાઉનલોડ ન કરો અને તેના પર કોઈ પ્રતિક્રિયા પણ ન આપો. તેના બદલે તેને તરત જ રિપોર્ટ કરો. હું દરેકને જવાબદાર અને સમજદાર બનવાની અપીલ કરું છું જેથી આ વીડિયોનો ફેલાવો અટકાવી શકાય. ઉલ્લેખનીય છે કે, 'અર્જુન રેડ્ડી', 'જયેશભાઈ જોરદાર' અને 'મહારાજ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શાલિની પાંડે પહેલાં પણ આલિયા ભટ્ટ, રશ્મિકા મંધાના, કટરિના કૈફ, રણવીર સિંહ અને મૃણાલ ઠાકુર જેવા અનેક ભારતીય કલાકારો એઆઈ ડીપફેકના શિકાર બની ચૂક્યા છે. સેલેબ્સ હવે આવી ઘટનાઓ સામે કાનૂની પગલાં અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application