BREAKING NEWS

ભાજપ લીગલ સેલની સમરસ પેનલનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું

  • December 01, 2025 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ બાર એસોસિએશનની વર્ષ ૨૦૨૬ના વર્ષની તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાનાર ચુંટણીનું સ્થાનિક કક્ષાએ જાહેરનામું બહાર પડ્યું નથી, ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના સુરેશભાઈ ફળદુના પ્રમુખપદના નેજા હેઠળના તમામ ઉમેદવારોના પ્રચાર માટે વિરાણી હાઇસ્કુલ હોલ ખાતે મધ્યસ્થ કાર્યાલય ગત શનિવારથી શરૂ કરી દેવાયું છે.

ટાગોર રોડ સ્થિત વિરાણી હાઈસ્કુલ ખાતેના મધ્યસ્થ હોલ ખાતે સિનિયર તથા જુનિયર ધારાશાસ્ત્રીઓની હાજરીમાં કાર્યાલયનું ઉદ્દઘાટન થયેલ હતું. આ કાર્યક્રમ દરમીયાન "લીગલ સેલ સમરસ પેનલ" દ્વારા પ્રમુખના ઉમેદવાર સુરેશ આર. ફળદુ, ઉપપ્રમુખમાં સિધ્ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરીમાં મેહુલ વી. મહેતા, જોઈન્ટ સેક્રેટરી પદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા(પટેલ), લાઈબ્રેરી સેક્રેટરીપદે સાગર હપાણી, તથા કારોબારી સભ્ય પદ માટે અમિત વેકરીયા, કશ્યપ ઠાકર, દિપ વ્યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા તેમજ કારોબારી સભ્ય મહીલા અનામત માટે હીરલબેન જોષી, મીતાબેન રાવ, અલ્કાબેન પંડયાને" લીગલ સેલ સમરસ પેનલ" ના ઉમેદવાર તરીકે જાહેર કરેલ હતા.

"લીગલ સેલ સમરસ પેનલ" ના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને ધારાસભ્ય દર્શીતાબેન શાહે હાજર રહી તમામ સિનિયર જુનિયર ધારાશાસ્ત્રીઓને સમરસ પેનલને પેનલ ટુ પેનલ મત આપી જંગી બહુમતીથી ચુંટી કાઢવા માટે અપીલ કરવામાં આવી હતી. સાથો સાથ પેનલને શુભેચ્છાઓ પાઠવેલ હતી. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા ઉદયભાઈ કાનગડે "લીગલ સેલ સમરસ પેનલ" ને શુભેચ્છા પાઠવેલ હતી.આ મધ્યસ્થ કાર્યાલયના કાર્યક્રમમાં સિનીયર ધારાશાસ્ત્રીઓ લલિતસિંહ જે. શાહી, ગિરીશભાઈ ભટ, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, પ્રશાંતભાઈ જોષી, જયેશભાઈ જાની, તુલસીદાસ ગોંડલીયા, અનિલભાઈ દેસાઈ, પિયુષભાઈ શાહ, નલિનભાઈ શુકલ, કમલેશભાઈ શાહ, કિરિટ પાઠક, અર્જુનભાઈ પટેલ, સી.એચ. પટેલ, તરૂણભાઈ કોઠારી, નરેન્દ્રભાઈ બુસા, જે.એફ. રાણા, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલિપભાઈ જોષી, મનિષ ખખ્ખર, શ્યમલભાઈ સોનપાલ, દિલેશ શાહ, રાકેશ ગોસ્વામી, સી.એમ. દક્ષીણી, મયંકભાઈ પંડયા, જયેશ બોઘરા, જીજ્ઞેશ જોષી, આનંદભાઈ જોષી, કે.ડી. શાહ, અજય જોષી, ભગીરથસિંહ ડોડીયા સહિતના મોટી સંખ્યામાં વકીલોએ હાજરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application