રાજકોટ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની આરોગ્ય વ્યવસ્વાને આર્થિક અસમાનતાની પોલ ખોલતો રિપોર્ટ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ગુજરાત રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થા ઉપર ઘટતા વિશ્વાસના સવાલ ઉભા થયા છે. હોસ્પિટલમાં દાખલ વતા ગુજરાતના દર્દીને ગ્રામીણ વિસ્તારમાં ૨૮૫૧૬ રૂપિયાનો ખર્ચ થાય છે જયારે શહેરી દર્દીને ૫.૩૭૪૭ રૂપિયાનો ખર્ચવાય છે. ગુજરાત રાજ્યનો ગ્રામીણ વિસ્તારના દર્દીઓ પ્રસુતિ સિવાયના અન્ય કિસ્સામાં ૨૮.૨ ટકા સરકારી હોસ્પિટલ માં દાખલ વાય છે, જ્યારે ૫૯.૫ ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે અને ૧૨.૩ ટકા ચેરિટેબલ હોસ્પિટલમાં દાખલ થાય છે. શહેરી વિસ્તારના ૨૩.૫ ટકા દર્દીઓ સરકારી હોસ્પિટલમાં દાખલ વાય છે. જ્યારે ૧૯.૫ ટકા ખાનગી હોસ્પિટલ માં સારવાર લે છે અને ૭ ટકા દર્દીઓ ચેરિટેબલ હોસ્પિટલમાં સારવાર લે છે. કોંગ્રેસના સમયમાં બનેલી સરકારી હોસ્પિટલ માં આઉટ ઓફ પોકેટ ખર્ચ એટલે દર્દીના ખિસ્સામાંથી ગ્રામીણ વિસ્તારમાં ૪૧૮૫ રૂપિયા અને શહેરી વિસ્તાર માં ૨૯૧૭ખર્ચ થાય છે. ચૅરિટેબલ હોસ્પિટલમાં દર્દીઓને આઉટ ઓફ પોકેટ એટલે ખિસ્સામાંથી ગ્રામીણ વિસ્તારમા ૧૪૬૫૯ રૂપિયા અને શહેરી વિસ્તારમા ૨૨૭૯૯ રુપિયાનો ખર્ચ વાય છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં દર્દીઓના ખિસ્સામાંથી ગ્રામીણ વિસ્તારમાં ૩૩૫૯૫ રૂપિયાનો ખર્ચ થાય છે અને શહેરી વિસ્તારમાં ૫૩૬૩૨ રુપિયાનો ખર્ચ થાય છે. ગુજરાત રાજ્યમાં ગ્રામ્પ વિસ્તારમાં ૪૨.૫ ટકા બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મે છે, ૬ ટકા ચેરિટેબલમાં અને ૫૧.૫ ટકા ખાનગી હોસ્પિટલમાં જન્મે છે. ગુજરાતના શહેરી વિસ્તારમાં ૩૨.૯ ટકા બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મે છે, ૩.૬ ટકા ચેરિટેબલમાં અને ૬૩.૫ ટકા બાળકો ખાનગી હોસ્પિટલમાં જન્મે છે. ગુજરાતમાં પ્રસુતિ ના ખર્ચ માં મોટો તફાવત હોવા છતાં ખાનગી હોસ્પિટલને પસંદ કરી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં બાળકના જન્મમાં આઉટ ઓફ પોકેટ ખર્ચ એટલે ખિસ્સામાં થી ખર્ચ ગ્રામીણ સરકારી હોસ્પિટલમાં ૮૩૨ રૂપિયાનો વાય છે અને શહેરી વિસ્તારમાં ૧૪૬૦ રૂપિયાનો ખર્ચ થાય છે. ગ્રામ્ય વિસ્તારની ચેરિટેબલ હોસ્પિટલમાં બાળકના જન્મ ઉપર ઓઉટ ઓફ પીકેટ ખર્ચ ૧૦૮૪૮ રૂપિયાનો થાય છે અને શહેરી વિસ્તારમાં ૧૭૦૬૦ રૂપિયાનો ખર્ચ થાય છે. ખાનગી હોસ્પિટલમાં ગુજરાતીને બાળકના જન્મ ઉપર આઉટ ઓફ પોકેટ ખર્ચ ગ્રામીણ વિસ્તારમાં ૨૫૭૧૭ રૂપિયા અને શહેરી વિસ્તાર ૩૪૪૧૪ રૂપિયાનો વાય છે. આરોગ્ય ખર્ચની ગુજરાતમાં મોટા પ્રમાણમાં અસમાનતા જોવા મળી છે. ગુજરાતની જાહેર આરોગ્ય વ્યવસ્વા ખાનગી કંપનીને સોંપી દેવાની નીતી નાગરિકોના માટે ખુબ ચિંતાજનક છે. ગુજરાતના આરોગ્ય વ્યવસ્થામાં સુવિધાનો અભાવ અને ડોક્ટરોની ઘટ જેવા મુદ્દા ના લીધે લોકોને સરકારી આરોગ્ય વ્યવસ્થા ઉપર વિશ્વાસ ઘટ્યો છે. સરકારી આરોગ્ય વ્યવસ્થા ની બેહાલી ના લીધે ગુજરાતની જનતાએ ખાનગી હોસ્પિટલના સહારે જવું પડે છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં આરોગ્ય ખર્ચમાં મોટી આર્થિક અસમાનતા જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો એ સરકારી સીએચસી, પીએચસીની જગ્યાએ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર વધા છે.