BREAKING NEWS

રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં અનેક મોબાઈલની દુકાનોમાં સેન્ટ્રલ GSTના દરોડા, દુકાનદારોમાં ફફડાટ

  • January 18, 2026 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team

રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા મોબાઇલ વેપારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલી અનેક મોબાઇલ દુકાનો પર જીએસટી વિભાગની ટીમે અચાનક મુલાકાત લીધી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ઉમિયા મોબાઇલ, મેહુલ ટેલિકોમ, જેનિસ મોબાઇલ તેમજ ઓપો સ્ટોરમાં તપાસ કરવામાં આવી હતી.


જીએસટી વિભાગે મુખ્યત્વે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી હતી. વેપારીઓ દ્વારા લેવામાં આવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ નિયમ મુજબ છે કે નહીં તે બાબતે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દુકાનોમાં ઉપલબ્ધ સ્ટોકની ગણતરી પણ જીએસટી અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.


તપાસ દરમિયાન ખરીદી-વેચાણના બિલ, સ્ટોક રજીસ્ટર તેમજ જીએસટી રિટર્ન્સની પણ ચકાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જીએસટી વિભાગની આ કાર્યવાહીથી વિસ્તારમાંના વેપારીઓમાં ચર્ચા જાગી છે. અધિકારીઓ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application