કેન્દ્રીય બજેટને રાજકોટ ચેમ્બર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્રારા આવકારવામાં આવ્યું છે અને ચેમ્બરના હોદ્દેદારોએ જણાવ્યું છે કે આજે રજુ થયેલું કેન્દ્રનું બજેટ એટલે વિકસિત ભારતનો રોડ મેપ કહી શકાય અને આ બજેટમાં ૨૦૪૭ સુધીના પ્લાનિંગની ઝલક જોવા મળી રહી છે.
વિશેષમાં રાજકોટ ચેમ્બરના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણામંત્રીશ્રીમતી નિર્મલા સિતારામનજી દ્રારા વર્ષ ૨૦૨૪નું છઠું ઈન્ટરીમ બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આવકારે છે. ૧૦ વર્ષમાં ભારતના અર્થતંત્રમાં વધારો થતો જોવા મળ્યો છે. દેશના ઈન્ફાસ્ટ્રકચરમાં વધારો થયો છે. સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે. રોજગારની તકોમાં વધારો થયો છે. ૨૦૪૭ માં વિકસીત ભારત તરફ આગળ વધી રહયું છે. આ બજેટને આવકારતાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ જણાવેલ કે રાજકોટ ચેમ્બર દ્રારા પ્રી–બજેટ માટેનાં સુચનો મોકલવામાં આવેલ હતા. જેમાં ખાસ કરીને એમએસએમઇને સેકટરને બુસ્ટ આપવું અને તેના માટે સ્પેશ્યલ પેકેજ જાહે૨ ક૨વા જેવી વિવિધ રજુઆત કરવામાં આવેલ હતી. આ ઈન્ટ્રીમ બજેટ થકી એમએસએમઇને ફાયદો થશે અને રોજગારીમાં પણ વધારો થશે. દેશના વિકાસનો આધાર ઈન્ફસ્ટ્રકચર ઉપર રહેલ હોય તે માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપર કેન્દ્ર સરકારે વધુ ધ્યાન કેન્દ્રીત કરેલ છે.આમ બજેટના વિવિધ ખાસ મુદાઓ કે જેમાં બજેટ મહિલા, કિસાનો, પછાત વર્ગ ઉ૫૨ ધ્યાન કેન્દ્રીત કરાયેલ છે, લધુ ઉધોગોને પ્રોત્સાહન અપાશે, દેશમાં જી૨૦ નું સફળ આયોજન થયું, દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવાશે, ગરીબી ઘટી રહી છે, વિવિધ યોજનાઓ થકી ગ્રામ્યનો વિકાસ થઈ રહયો છે, પીએમ કિસાન યોજનાઓ થકી કિસાનોને સીધો લાભ મળી રહયો છે, પીએમ વિશ્વકર્મા યોજના અને પી.એમ. સ્વનિધિ યોજનાથી લાભ, ખેલ જગતમાં ભારત મોખરે રહયું છે, ૭ આઇઆઇટી અને ૭ આઇઆઇએમ બનાવવી, પીએમ આવાસનો ૭૦% લાભ મળી રહયો છે, ડિઝીટલ માધ્યમ વધિ રહયું છે, સોલારના માધ્યમથી ૩૦૦ યુનિટ સુધી દર માસે વિજળી મફત થશે, દૂધ ઉત્પાદનમાં ભારત મોખરે રહયું છે, ૩૯૦ યુનિર્વસિટીનું નિર્માણ થશે, લખપતિ દિદિ યોજના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે, પીએમ મત્સ્ય યોજનાથી મત્સ્ય ઉત્પાદનમાં વધારો થશે, ૩ રેલ્વે કોરીડોર શ થશે અને યાત્રા સુવિધાઓમાં વધારો થશે, ઈ–વ્હીકલ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. સાથો સાથ ટેક્ષ કલેકશન ૩ ગણુ વધ્યું છે જે બદલ દેશના કરદાતાઓનો આભાર વ્યકત કરી ડાયરેકટ અને ઈનડાયરેકટ ટેક્ષ માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી, સ્ટાર્ટઅપ માટે ટેક્ષની છુટ ૧ વર્ષ માટે વધારી છે. આમ જુલાઈ સુધીમાં સંપૂર્ણ બજેટ રજુ કરી ભારતના વિકાસનો રોડમેપ તૈયાર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમામ અર્ધલશ્કરી દળોની રજા રદ આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ
May 07, 2025 03:07 PMઓબેસિટી ફ્રી ગુજરાતની થીમ પર મહાપાલિકા દ્વારા સોમવારે ૧૦ કિલોમીટરની સાયક્લોથોન
May 07, 2025 03:03 PMયાર્ડની જે.કે.ટ્રેડિંગ પેઢીએ રૂ.૧૭.૧૯ કરોડનું ફુલેકુ ફેરવ્યું
May 07, 2025 02:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech