BREAKING NEWS

મોરબીમાં સિરામિક ઉધોગકારોનું ગુજરાત ગેસની ઓફિસે વિરોધ પ્રદર્શન

  • April 09, 2026 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીમાં સીરામીક ઉધોગકારોનું ગુજરાત ગેસની ઓફિસે વિરોધ પ્રદશર્ન પેટ્રોલિયમ પેદાશોના આંતરરાષ્ટ્ર્રીય ભાવ ઘટા હોવા છતાં ગુજરાત ગેસે ૭૯.૮૫ ના ઐંચા ભાવની લિંક મોકલતા ઉધોગકારો વિફર્યા કચેરીએ જઈને નારા લગાવ્યા અને નવો ભાવ આપવા રજૂઆત કરી, ગુજરાત ગેસને ભાવ મામલે સદબુદ્ધિ મળે તે માટે ઉધોગકારોએ ઓફિસમાં જ બેસી અને રામ ધૂન બોલાવી ૨ મિનિટનું મૌન પાડયું આ સાથે જ એસોસિએશન દ્રારા ગુજરાત ગેસના મેનેજીગં ડિરેકટરને સંબોધીને એક લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. આ સાથે ગુજરાત ગેસને ભાવ મામલે સદબુદ્ધિ મળે તે માટે ઉધોગકારો એ ગેસની ઓફિસમાં જ બેસી અને રામ ધૂન બોલાવી ૨ મિનિટનું મૌન પાડી વિરોધ દર્શાવ્યો હતો. મોરબી સિરામિક મેન્યુફેકચરર એસોસિએશન દ્રારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ઉધોગને ફરી જીવતં બનાવવા એસોસિએશન અને ગુજરાત ગેસ વચ્ચે સતત મિટિંગો ચાલી રહી છે. તારીખ ૬૪૨૦૨૬ ના રોજ ગાંધીનગરથી આવેલા ઉચ્ચ અધિકારીઓ સાથે પણ આખો દિવસ મિટિંગ ચાલી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે મે ૨૦૨૬ મહિનાના વપરાશ માટે બજાર ભાવ સાથે ડિમાન્ડ મંગાવવામાં આવશે અને તે આધારે ગેસ સપ્લાય થશે. આ આયોજનના ભાગપે ગઈકાલે તારીખ ૭૪૨૦૨૬ ના રોજ ગુજરાત ગેસ દ્રારા ૭૯.૮૫ ના ભાવ સાથે ડિમાન્ડ લિંક મોકલવામાં આવી હતી. પરંતુ આજ સવારથી યુદ્ધની પરિસ્થિતિ બદલાતા અને સીઝ ફાયર થતા આંતરરાષ્ટ્ર્રીય સ્તરે પેટ્રોલિયમ પ્રોડકટના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આથી સિરામિક એસોસિએશનના પ્રમુખો મનોજ એરવાડિયા (વિટિ્રફાઇડ ટાઇલ્સ ડિવિઝન) અને સંદીપ કુંડારિયા (લોર ટાઇલ્સ ડિવિઝન) દ્રારા ગુજરાત ગેસને લેખિત વિનંતી કરવામાં આવી છે કે ગઈકાલે મોકલાવેલ ઐંચા ભાવની લિંક હોલ્ડ ઉપર રાખવામાં આવે અને હાલના પ્રવર્તમાન નવા ઘટેલા ભાવ મુજબ ફરીથી નવી લિંક સાથે ડિમાન્ડ મેળવવામાં આવે. ઉધોગકારોની સ્પષ્ટ્ર માંગ છે કે આંતરરાષ્ટ્ર્રીય બજારમાં થયેલા ભાવ ઘટાડાનો સીધો લાભ મોરબીના સિરામિક ઉધોગને સત્વરે મળવો જોઈએ.મોરબીમાં સિરામિક ઉધોગકારોનું ગુજરાત ગેસની ઓફિસે વિરોધ પ્રદર્શ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application