BREAKING NEWS

રાજકોટના સ્વાદ રસિકો માટે એરપોર્ટ પર ચાઈ વાલે કાફેના સ્ટોલનું ઉદઘાટન

  • February 14, 2026 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરતા હવાઈ મુસાફરો અને તેમને એરપોર્ટ પર મુકવા આવતા સ્નેહીજનો માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ પર 'ચાઈ વાલે કાફે'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચોટીલા પાસે આવેલા હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચા પીવાના શોખીનો માટે આ સુવિધા હેઠળ વિવિધ પ્રકારની ફ્લેવર ધરાવતી ચા રૂ.40 થી કુલ્લડ ચાથી શરૂ કરી અને રૂ. 160 સુધીના ભાવમાં વિવિધ વેરાઈટીઝની ચા અને કોફી ઉપરાંત વિશાળ રેન્જમાં રાજકોટના સ્વાદ રસિકોના મન મોહી લેતા નાસ્તાઓ મળી રહેશે. આ ચાય કાફેના સ્ટોલને એરપોર્ટ ખરીદી ઓફ ઇન્ડિયા અને વેસ્ટર્ન રેલવેના એક્ઝિક્યુટ ડિરેક્ટરના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.


રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દિગંત બોરાહના જણાવ્યા પ્રમાણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને ચાઈવાલા વિવિધ પ્રકારની સુગંધ ધરાવતી મસાલા ચા મળી રહેશે. જેના થકી મુસાફરોની યાત્રા સુગંધિત અને સુખદ બની રહેશે. રાજકોટના સ્વાદ રસિકો માટે ચા વાલા કાપે એક લોકપ્રિય અને સો ટકા શાકાહારી કેફે છે. જે કુલ્લડ ચા, આદુ ફુદીના ગ્રીન ટી, હની લેમન ગ્રીન ટી, વિવિધ પ્રકારની કોફી વોટ ચોકલેટ અને હળદર બદામ વાળું દૂધ અને તાજા નાસ્તા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.


રાજકોટ એરપોર્ટના મુસાફરોને વ્યાજબી દરે વિવિધ વેરાઈટી સાથેના ચા અને નાસ્તાની સુવિધાનો લાભ મળી રહેશે. ચા વાલાના મુખ્ય મેનુમાં વડાપાવ, સમોસા તથા વિભિન્ન પ્રકારની સેન્ડવીચ, પૌઆ, ઉપમા, હાંડવો જેવી ગુજરાતી વાનગીઓ ઉપરાંત ફ્રાઈડ આઈટમનો પણ સમાવેશ થાય છે. ગ્રાહકોના ખિસ્સાને પરવડે તેવા ભાવમાં વિવિધ પ્રકારના નાસ્તા એરપોર્ટ પર સરળતાથી મળી રહેશે. નાસ્તાના મેનુ મા રૂ.32ના પૌઆથી શરૂ કરી અને રૂ.145 રૂપિયાના સ્પ્રિંગ રોલ મળી રહેશે.



ચા વાલા કાફેના નાસ્તાનું મેનુ

પૌઆ-રૂ.32

વડાપાવ - રૂ.50

ચોકલેટ બન -રૂ.80

ચીઝ પાવ-રૂ. 89

ગ્રિલ્ડ ચીઝ બન -રૂ.90

ઉપમા-રૂ.69

ટોટ ફોડ બન- રૂ.105

હાંડવો-રૂ.115

દહીં ચેવડો- રૂ. 75

ફ્રેન્ચ ફ્રાઇઝ-પીઝા-નેગેટસ- રૂ. 130

સ્પ્રિંગ રોલ -રૂ.143



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application