સુપ્રીમ કોર્ટે છેતરપિંડીના કેસમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હોવા છતાં આરોપીને હાથકડી પહેરાવીને બેડ સાથે સાંકળથી બાંધી દેવાની ઘટના સામે આવતા આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ જીવન અને સ્વતંત્રતાના અધિકારનું ઘોર ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે આ માટે હરિયાણા સરકારને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે હરિયાણા સરકાર વતી હાજર રહેલા એડિશનલ એડવોકેટ જનરલ પાસેથી જવાબ માંગ્યો હતો.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે યારે તે આઈસીયુમાં હતા ત્યારે તેમના હાથમાં હાથકડી હતી. આરોપી વિહાન કુમાર વતી જસ્ટિસ એએસ ઓકાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચમાં તેની ધરપકડને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે આ મામલામાં પંજાબ–હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યેા હતો. હાઈકોર્ટે ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી હતી. અરજદારે તેની અરજીમાં દાવો કર્યેા હતો કે યારે તેને રોહતકના પીજીઆઈએમએસમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેને સાંકળ વડે આઈસીયુ બેડ સાથે બાંધી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના હાથમાં હાથકડી પણ લગાવવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને વધારાનું સોગંદનામું રજૂ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે આરોપીની સફદરજગં હોસ્પિટલના મેડિકલ બોર્ડ દ્રારા તપાસ કરવામાં આવે અને તેની તબિયત અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુવાર સુધીમાં રિપોર્ટ માંગ્યો છે અને આગામી સુનાવણી માટે શુક્રવારની તારીખ નક્કી કરી છે. અરજદારનું કહેવું છે કે તેને ૧૦ જૂન, ૨૦૨૪ના રોજ તેની ગુડગાંવ ઓફિસમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. આરોપીએ ધરપકડની કાયદેસરતાને પડકારી છે અને કહ્યું છે કે તેને કસ્ટડીમાં લીધાના ૨૪ કલાકની અંદર મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ન હતો
જીવન અને સ્વતંત્રતાનો સહત્પને અધિકાર
આ કેસમાં સુપ્રીમ કોર્ટે જીવનના અધિકારનો સંદર્ભ આપ્યો છે.કલમ ૨૧ જીવનના અધિકાર અને વ્યકિતગત સ્વતંત્રતા વિશે વાત કરે છે. તેનો અર્થ જીવન અને સ્વતંત્રતાનો અધિકાર છે. જીવન પ્રાણી જેવું ન હોવું જોઈએ, બલ્કે જીવનનો અધિકાર એ ગૌરવપૂર્ણ જીવન છે અને તેનો વ્યાપ ઘણો વિશાળ છે. દરેક વ્યકિતને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. આમાં દખલગીરી થઈ શકે નહીં. યાં સુધી આપણે શ્વાસ લઈએ છીએ ત્યાં સુધી માનવ અધિકાર સુરક્ષિત છે. જો કોઈને મૃત્યુદંડની સજા થઈ હોય તો પણ તેના જીવનના અધિકારને યાં સુધી ફાંસી આપવામાં ન આવે ત્યાં સુધી સુરક્ષિત રહે છે, એટલે કે તેના અંતિમ શ્વાસ સુધી માનવ અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech