ઉપલેટા તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકોટ જીલ્લા પંચાયતની ડુમિયાણી સીટ વર્ષેાથી કોંગ્રેસનો ગઢ ગણાતી આવી છે. આ વખતે ડુમિયાણી સીટ ઉપર તલંગણા અને ઇશરા સહિત ગામોમાં ભાજપની નોંધપાત્ર લીડ નીકળતા ભાજપના આગેવાનોની મહેનત રગં લાવી છે.ડુમીયાણી સીટ ઉપર ભાજપના ભારતીબેન મજબૂતભાઇની ઉમેદવાર તરીકે પસંગી થયા બાદ અનેક આગેવાનો આ બેઠક પર ભારતીબેનની જીત થાય તે માટે સક્રિય પ્રયાસો થયા હતાં. જેમાં ઇસરા અને તલંગણ ગામો તો કોંગ્રેસનો ગઢ ગણાય છે.કોંગ્રેસના ગઢ ગણાતા ઇશરા ગામની જવાબદારી ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા અને તેલંગણા ગામની જવાબદારી નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઇ નંદાણીયાને સોંપવામાં આવેલ હતી. આ બન્ને યુવાનોએ રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરી બન્ને ગામોમાં ભાજપનો ભગવો લહેરાવી ભાજપના ઉમેદવાર ભારતીબેન હત્પબલને લીડ અપાવતા બન્ને યુવાનોની મહેનત રગં લાવી હતી ત્યારે ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલિયા, જીલ્લા ભાજપના મહામંત્રી રવિ માકડિયા, સીટના પ્રભારી નરસિંહ મુંગલપરા, સહપ્રભારી રાજસીભાઇને અભિનંદન આપ્યા હતાં