દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો

  • May 08, 2025 10:42 AM 

દોઢ ઈંચ સુધી વરસાદ વરસ્યો

ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે બુધવારે બપોર બાદ વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો. અને દોઢ ઇંચ સુધી વરસાદ વરસી જવા પામ્યો હતો.

ગઈકાલે બુધવારે સાંજથી ખંભાળિયા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. આ વચ્ચે સાંજે સાતેક વાગ્યે ખંભાળિયા જોરદાર વરસાદી ઝાપટા વરસી જતા માર્ગ પણ પાણી ચાલી નીકળ્યા હતા. આશરે અડધો કલાકના સમયગાળામાં ખંભાળિયામાં કુલ 32 મી.મી. પાણી પડી ગયું હતું.
જ્યારે ભાણવડ તાલુકામાં પણ ગત સાંજે મેઘરાજાએ પવનના ચોર સાથે ભારે ઝાપટા રૂપે 43 મી.મી. તેમજ કલ્યાણપુરમાં પણ 37 મી.મી. પાણી વરસાવી દીધું હતું. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સવારથી ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા અને જનજીવન થાળે પડ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application