ઓપન એઆઈએ ભારતીય વપરાશકર્તાઓને ખુશ કર્યા છે. કંપની આખા વર્ષનું ચેટ જીપીટી ગોનું સબ્સ્ક્રિપ્શન બિલકુલ મફત આપી રહી છે. આ ઓફર ડેવલપર્સ, વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યાવસાયિકો સહિત તમામ ચેટ જીપીટી વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આજથી વપરાશકર્તાઓ ચેટ જીપીટી ગોની ઓફરનો લાભ લઈ શકે છે.
ગયા અઠવાડિયે,ચેટ જીપીટીની પેરેન્ટ કંપની, ઓપન એઆઈએ ભારતીય વપરાશકર્તાઓ માટે મર્યાદિત સમયગાળાની ઓફરની જાહેરાત કરી, જેનાથી તેઓ ચેટ જીપીટીના પેઇડ ગો સંસ્કરણનું સંપૂર્ણ વર્ષનું સબ્સ્ક્રિપ્શન બિલકુલ મફત મેળવી શકશે. કંપનીએ તાજેતરમાં ચેટ જીપીટી ગો સંસ્કરણ લોન્ચ કર્યું છે, જે વપરાશકર્તાઓને ઓછી કિંમતે ઘણી પ્રીમિયમ ચેટ જીપીટીસુવિધાઓની ઍક્સેસ આપે છે, જેમાં સંદેશ મર્યાદામાં વધારો, છબી જનરેશન અને ફાઇલ અપલોડ ક્ષમતાનો સમાવેશ થાય છે.
ઓપનએઆઈનું જનરેટિવ એઆઈ ટૂલ, ચેટજીપીટી, ભારતીય વપરાશકર્તાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. કંપનીએ ઓગસ્ટમાં આ સેવા શરૂ કરી હતી. માત્ર એક મહિનામાં, પેઇડ યુઝર્સની સંખ્યા બમણી થઈ ગઈ. કંપની મફત ચેટજીપીટી ગો પેઇડ સબ્સ્ક્રિપ્શન ઓફર કરીને તેના યુઝર બેઝને વધુ વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે આજે, 4 નવેમ્બરથી બેંગલુરુમાં ઓપનએઆઈ ડેવડે એક્સચેન્જ ઇવેન્ટમાં મફત ચેટજીપીટી ગો પેઇડ સબ્સ્ક્રિપ્શન ઓફર કરી રહી છે. આ ઓફર થોડા દિવસો કે અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે.
ચેટજીપીટી ગોની પેઇડ સુવિધાઓ ખાસ કરીને ડેવલપર્સ, વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યાવસાયિકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે તેમને તેમના પ્રોજેક્ટ્સ અને દૈનિક કાર્યો સરળતાથી પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે. આ ઓફરને પગલે, ચેટજીપીટી ગો એડિશન ભારતીય વપરાશકર્તાઓ માટે સંપૂર્ણપણે મફત બનશે. વપરાશકર્તાઓ નિયમિત મફત સંસ્કરણ કરતાં વધુ સંખ્યામાં પ્રશ્નો કરી શકશે. વધુમાં, ટૂલ હવે વધુ છબીઓ જનરેટ કરી શકે છે અને, પેઇડ સંસ્કરણની જેમ, ઝડપી પ્રતિભાવ સમય હશે.