સમાજના ગરીબ અને નબળા વર્ગને રાષ્ટ્ર્રીય અન્ન યોજના (નેશનલ ફડ સિકયુરિટી એકટ) અંતર્ગત અનાજ કઠોળ તેલ નમક જેવી ચીજ વસ્તુઓ સરકાર દ્રારા આપવામાં આવે છે. છેલ્લા થોડા સમયથી આ બાબતોમાં તુવેરદાળનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. પરંતુ જયારથી તેનો ઉમેરો કરવામાં આવ્યો છે ત્યારથી તુવેરદાળનો જથ્થો અનિયમિત રીતે અને અપૂરતા પ્રમાણમાં મળતો હોવાથી સસ્તા અનાજના વેપારીઓ અને એનએફએસએ કાર્ડ ધારકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ફેબ્રુઆરી માસનો તુવેરદાળનો જથ્થો એનએફએસએ કાર્ડ ધારકોની સંખ્યા કરતા ૫૦% ઓછો ફાળવવાનો નિર્ણય સરકારે થોડા સમય પહેલા લીધો હતો અને તે સામે સસ્તા અનાજના વેપારીઓના રાય વ્યાપી સંગઠને વિરોધ કરીને જો ૫૦% જથ્થો ફાળવવાના હો તો અમારે તે ઉપાડવો નથી અને વિતરણ પણ કરવું નથી તેવું સ્પષ્ટ્ર શબ્દોમાં જણાવી દીધું હતું. વેપારીઓના મક્કમ વિરોધ પછી આખરે સરકાર જાગી છે અને હવે ૫૦% ના બદલે ૯૦ ટકા જથ્થો ફાળવવાનો નિર્ણય લીધો છે.
રાય સરકાર ફેબ્રુઆરી માસ માટે રેશનકાર્ડ ધારકોને ૫૦% દાળની ફાળવણી કરવામાં આવેલી હતી. જેનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્રારા વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે આ પ્રકારની ફાળવણીથી અડધા લાભાર્થીઓને તુવેરદાળથી વંચિત રહેવું પડે તેમ હતું.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્રારા ગ્રાહકો અને વેપારી વચ્ચે વૈમનસ્ય પેદા થાય એવા સંજોગોને નિવારવા માટે પુરવઠા વિભાગને અપીલ કરવામાં આવી હતી. જેના પરિણામે તુવેરદાળની ફાળવણીને ૯૦ ટકા કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અનાજ વિતરણની સાથે ઉપરોકત ટકાવારી મુજબ ગ્રાહકોને તુવેરદાળ પણ મળી રહેશે. વર્તમાન સમયમાં બજારમાં તુવેરદાળના ખૂબ ઐંચા ભાવ હોય ગરીબ લાભાર્થીને સસ્તા ભાવે તુવેરદાળ મળી રહેશે.
રસ્તા આનાજના વેપારીઓના જણાવ્યા મુજબ સરકાર દ્રારા ફાળવણીમાં ૫૦ ટકાનો કાપ મૂકી દેવાતા એક જ કેટેગરીના અડધા રેશનકાર્ડ ધારકોને તુવેરદાળ મળે અને અડધા ને ન મળે તેવી વિષમ પરિસ્થિતિ સર્જાવા પામી હતી. મોટાભાગના કિસ્સામાં 'વેપારી તુવેર દાળ ખાઈ ગયા' એવો આક્ષેપ કરીને ઘર્ષણમાં ઉતરતા હોય છે. અમે આવી પરિસ્થિતિ પેદા કરવા માંગતા ન હોવાથી સરકારને રજૂઆત કરી હતી અને અમારી રજૂઆતનો સ્વીકાર થતાં હવે વિતરણ વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે.
વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે જરિયાત કરતા ૧૦% જથ્થો ઓછો છે પરંતુ મોટાભાગે ૧૦% કાર્ડ ધારકો માલ લેવા માટે આવતા પણ નથી હોતા અને જો આવે તો ભવિષ્યમાં તે બાબતે સરકારમાં રજૂઆત કરાશે. પરંતુ અત્યારે ૯૦ ટકા જથ્થો મળ્યો છે અને તેનાથી વિતરણની કામગીરી શ થઈ શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech