જામનગર શહેર અને જિલ્લામાં ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષ ના આગમન અગાઉ દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેઓને અંકુશમાં લાવવા માટે જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈની દ્વારા સમગ્ર જિલ્લામાં કડક હાથે ચેકિંગ કરવા માટેના આદેશો કરાયા છે, અને પોલીસ તંત્ર ગઈકાલથી હરકતમાં આવી ગયું છે, અને ચેક ૩૧ ડિસેમ્બર સુધી સધન ચેકિંગ ની કાર્યવાહી અવિરત હાથ ધરવામાં આવશે, ઉપરાંત વાહન ચેકિંગ સહિત ની પણ ડ્રાઇવ રાખવામાં આવી છે.
જે આદેશો અનુસાર જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ દ્વારા આવારા તત્વો અને પીધેલાઓ સામે લાલ આંખ કરી ખંભાળિયા સર્કલ નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ નજીક આવતા નવા વર્ષની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે આવારા તત્વો અને દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગત મોડી રાત્રે જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. નિકુંજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.કે.બ્લોચ અને પીએસઆઇ ડી.જી.રામાનુજ સહિત સ્ટાફ દ્વારા શહેરના ખંભાળિયા ગેઇટ સર્કલ નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

સાથોસાથ જામનગર શહેરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.પી. ઝા અને પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તેમજ તેઓની સમગ્ર ટિમ દ્વારા સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પણ કડક હાથે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જામનગર પોલીસની આ કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારાઓ, પીધેલા વાહન ચાલકો, તેમજ રોમિયોગિરી કરતા આવારા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે. જામનગર જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા આ કડક ચેકિંગ ની કાર્યવાહી ૩૧ ડિસેમ્બર સુધી અવીરત ચાલુ રાખવામાં આવશે.a