BREAKING NEWS

મુખ્યમંત્રી શનિવારે રાજકોટમાં

  • October 08, 2026 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તા.૧૦ ઓકટોબરના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ સખીમંડળો દ્રારા સંચાલિત રાયના ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ તેમજ મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો શુભારભં કરવામાં આવશે.
ઉકત કાર્યક્રમના સુચા આયોજન અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે સંબંધિત અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીએ મુખ્યમંત્રીના રાજકોટ પ્રવાસને અનુલક્ષીને કાર્યક્રમની વિવિધ વ્યવસ્થાઓ અંગે સંબંધિત અધિકારીઓને જરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા, ટ્રાફિક અને પાકિગ, સુરક્ષા, પીવાનું પાણી, સ્વચ્છતા સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવી સમયબદ્ધ રીતે કામગીરી પૂર્ણ કરવા મંત્રીએ સૌને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક પૂર્વે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશ સહિત સંબંધિત અધિકારીઓ દ્રારા કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓ તથા જરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી સુચા આયોજન માટે અધિકારીઓને જરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત સખીમંડળો દ્રારા સંચાલિત ૧૩૬ ગ્રામહાટના લોકાર્પણથી ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ દ્રારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણ અને માર્કેટિંગ માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે. સાથે જ મહિલાઓના આર્થિક સશકિતકરણને વેગ મળે તે હેતુથી મહિલાલક્ષી યોજનાઓનો પણ શુભારભં કરવામાં આવનાર છે.
આ બેઠકમાં ડીસીપી રાકેશ દેસાઈ, આસિસ્ટન્ટ કલેકટર અતુલ સિંહ, નિવાસી અધિક કલેકટર જે.એચ.બારોટ સહિત સંબંધિત વિભાગોના વરિ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application