રાજકોટ મહાપાલિકાના વિવિધ વિભાગોના રૂ.૫૪૫.૦૭ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આવતીકાલે તા.૨૨ના રોજ સવારે ૧૧ કલાકે પુ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાશે તેમજ ડૉ.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા પ્રદર્શનનો શુભારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
ઉપરોક્ત કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ તથા રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, લોકાર્પણ ખાતમુહૂર્ત લગત સમિતિના ચેરમેન સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, હાઉસીંગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.
આટલા પ્રકલ્પોના થશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
-રૂ.૫૪૫.૦૭ કરોડની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત (મુવી નિદર્શન અને તકતી અનાવરણ) (કુલ રૂ.૫૨૨.૫૦ કરોડના ૪૯ કામના ખાતમુહૂર્ત અને રૂ.૨૨.૫૭ કરોડના ૬ કામના લોકાર્પણ)
-પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ કુલ-૭૦૯ આવાસો લાભાર્થીઓને ફાળવવા અંગે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો
-યુડીઆઈ ડોક્યુમેન્ટરીનું નિદર્શન
-શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ કોફી ટેબલ બુકનું વિમોચન
-ક્યુઆર બેઝ્ડ સીટીઝન ફીડબેક સિસ્ટમનું લોન્ચિંગ