BREAKING NEWS

જામસલાયામાં ચાઇનીઝ દોરાથી બાળકને ગળાને ભાગે ગંભીર ઇજા

  • January 06, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિના સલાયા ખાતે થોડાક દિવસ પહેલા જ ચાઇનીઝ દોરાના કારણે બાળકને ઇજા થઇ હતી, તેમજ સારવાર બાદ સ્વસ્થ થયો હતો, પ્રતિબંધિત દોરીઓને અટકાવવા માટે પોલીસ દ્વારા હજુ કંઇ પગલા લેવાયા નથી અને ઉતરાયણને માત્ર એક અઠવાડીયાની જ વાર છે ત્યારે સલાયામાં વધુ એક બનાવ બન્યો છે.


સલાયામાં એક માસૂમ બાળક રસ્તામાં રમી રહ્યો હતો. ત્યારે અચાનક એમને ગળામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોર આવતા ગળાને ભાગે ગંભીર ઇજા થઈ હતી. ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જતા ત્યાં ત્રણ ટાંકાં લેવા પડ્યા હતા. આ નાના બાળકને ગળાના ભાગે ઇજા થઈ ત્યારે ખુબજ લોહી વહી ગયું હતું. પરંતુ સમયસર હોપિટલમાં સારવાર મળતા હાલ બાળકની સ્થિતિ સુધારા ઉપર છે. હજુ ઉતરાયણની વાર છે ત્યાં આવા બનાવ બનતા લોકોએ આ પ્રતિબંધિત દોરાઓ વહેંચતા લોકો ઉપર તુરંત કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.અને આ પ્રતિબંધિત દોરાઓ ઉપયોગ ન કરવા લોકોને અપીલ કરાઈ છે. 


છેલ્લા અઠવાડિયામાં આ બીજી ઘટના બની હોવાના સમાચાર છે.જેથી તુરંત આવા પ્રતિબંધિત દોરાઓ વહેંચતા લોકોને પકડી અને કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. છેલ્લા ૧૦ દિવસમાં ચાઇનીઝ દોરીના કારણે ઇજા પામવાના બે બન્યા છે ત્યારે તહેવાર સમયે જ પરિવારોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આવા બનાવ વધુ ન બને તે માટે સલાયાના રહેવાસીઓ દ્વારા પોલીસ તપાસ કરી પ્રતિબંધિત દોરી વહેચનાર વેપારીઓ વિરૂઘ્ધ કાયદેસર કાર્યવાહી તાત્કાલિક કરવા માટે માંગ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application