BREAKING NEWS

પટેલગનરમાં ઘડીયાળાના કારખાનામાંથી ૧૨ વર્ષના બાળમજુરને મુકત કરાવાયો

  • February 17, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના પટેલનગરમાં આવેલા ઘડીયાળના કારાખાનામાં ટાસ્ક ફોર્સની ટીમે દરોડો પાડતા અહીં ૧૨ વર્ષના બાળક પાસે બાળમજુરી કરવામાં આવતી હોવાનું માલુમ પડતા તેને મુકત કરાવ્યો હતો. આ અંગે શ્રમ અધિકારીની ફરિયાદ પરથી કારખાનેદાર સામે ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


શ્રમ અધિકારી દિશા આર.કાનાણી દ્વારા ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પટેલનગરમાં ખોડલ ટેકનોકાસ્ટ નામનું કારખાનું ધરાવનાર હિમાંશુ રમેશભાઇ ભંડેરીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સરકારી શ્રમ અધિકારી કચેરીમાં ફરજ બજાવે છે તેમની ફરજમાં બાળ મજુર જોગવાઇઓનું અમલીકરણ કરાવવાનું બાબતનો સમાવેશ થાય છે.

ગઇકાલે ફરિયાદી તથા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટના પીઆઇ બી.એમ.ઝણકાટ એઅસઆઇ અજયકુમાર શુકલા, એ.એન.મકવાણા(ડી.સી.પી.યુ) ,હેડ કોન્સ. હરસુખભાઇ વાછાણી, જયોતી બાબરીયા, જીજ્ઞેશ મારૂ સહિતની ટાસ્ટ ફોર્સની ટીમ બાળમજુરી નાબુદી ઝુંબેશ હેઠળ જુદી જુદી જગ્યાએ દરોડા પાડયા હતાં.


આ દારોડાની કાર્યવાહી દરમિયાન પટેલનગર શેરી નં.૬ સરદાર પ્રોસેસની પાછળ સદભાવાના મેઇન રોડ ખાતે આવેલા ખોડલ ટેકનોકાસ્ટ નામના ઘડીયાળના કારખાનામાં તપાસ કરતા અહીં ૧૨ વર્ષના કિશોર પાસે બાળ મજુરી કરવામાં આવતી હોવાનું માલુમ પડયું હતું. જેથી તેને મુકત કરાવી આ સગીરની પુછપરછ કરતા તે મૂળ યુપીનો વતની હોવાનું અહીં સાત દિવસથી કામે રાખ્યો હોવાનું માલુમ પડયું હતું. અહીં એક દિવસની તેને રૂ.૨૦૦ મજૂરી ચૂકવવામાં આવતી હતી. આમ કારખાનેદાર હિમાંશુ રમેશભાઇ ભંડેરીએ બાળ મજુરને ગેરકાયદે રીતે કામે રાખી ગુનો કર્યા અંગે ભકિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application