BREAKING NEWS

થાનગઢ સરકારી હોસ્પિટલમાં દાંતની સારવાર વખતે બાળક સોઈ ગળી ગયો

  • November 08, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનેક વખત બાળકો રમતા રમતા સિક્કા કે કોઈ ચીજ વસ્તુ ગળી જતા હોવાના બનાવ જોવા મળ્યા છે. પરંતુ થાનગઢમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે, આઠ વર્ષના બાળકને દાંત સાફ કરાવવા માટે સરકારી હોસ્પિટલમાં લઈ જતા તબીબે નીડલ જેવી સોઈ બાળકના મોઢામા રાખી હોય જે ગળી જતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે સવારે મળ માર્ગે સોઈ બહાર નીકળી જતા પરિવારે હાંશકારો અનુભવ્યો હતો.


આશ્ચર્યચકિત કરતા બનાવની મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરના થાનગઢમાં હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા સંજયભાઈ મકવાણાના આઠ વર્ષના પુત્ર શક્તિને દાત દુઃખતા હોવાથી માતા થાનગઢ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તબીબ નીડલ જેવી સોઇથી દાંત સાફ કરતા હતા દરમિયાન નીડલ સોઈ મોઢામાં હોય ત્યારે બાળક ગળી ગયો હતો. જે બાદ વધુ દુઃખાવો શરૂ થતા તબીબે ઉલ્ટી કરાવવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ સોઈ ન નીકળતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા આજે સવારે મળમાર્ગે સોઈ બહાર નીકળી જતા ભયભીત બનેલા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. શક્તિ પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. તબીબની બેદરકારી છે કે કેમ ? તે બાબતે પરિવારજનો પણ અજાણ હોય બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી થાનગઢ પોલીસને જાણ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application