BREAKING NEWS

બાળકોને શિક્ષકોની જરૂર છે, Aiની નહીં

  • September 03, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) વિશે બધે ચર્ચા થઈ રહી છે, મોટાભાગના લોકો એવું માનવા લાગ્યા છે કે હવે તેના વિના કઈં શકય નથી, પરંતુ અમેરિકાના ન્યુ યોર્ક શહેરના અધિકારીઓએ પ્રાથમિક શાળાઓમાં એઆઈના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.ન્યુ યોર્ક શહેરના અધિકારીઓએ જાહેર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે વિધાર્થીઓ પર એઆઈના ઉપયોગ પર એક વર્ષનો પ્રતિબધં જાહેર કર્યેા છે.યુએસમાં શાળાઓમાં એઆઈ અંગે આ સૌથી મહત્વપૂર્ણ અને કડક નિર્ણય માનવામાં આવે છે. લોસ એન્જલસ સહિત અન્ય ઘણા શહેરોની શાળાઓમાં હવે એઆઈ નિયમોની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે. ન્યુ યોર્ક શહેરના મેયર ઝોહરાન મામદાનીએ બુધવારે જાહેરાત કરી હતી કે શહેરની શાળાના વર્ગખંડોમાં હાલમાં ઉપયોગમાં લેવાતા ૪૦ શિક્ષણ એઆઈ સાધનોના ઉપયોગ પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે. મેયરે કહ્યું કે બાળકોને શીખવા અને વિકાસ કરવા માટે શિક્ષકો અને જોડાણોની જર હોય છે. વિધાર્થીઓએ તેમના સાથીદારો સાથે કુશળતા શીખવી જોઈએ અને તેમના શિક્ષકો પાસેથી નવી વસ્તુઓ શીખવી જોઈએ. આ નિર્ણય ધોરણ આઠ સુધીના વિધાર્થીઓને અસર કરશે. જોકે, કેટલીક પરિસ્થિતિઓમાં હાઇ સ્કૂલના વિધાર્થીઓને એઆઈનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. શહેર વહીવટીતંત્રે જણાવ્યું છે કે શિક્ષકો આયોજન અને સમયપત્રક જેવા કાર્યેા માટે એઆઈનો ઉપયોગ કરી શકશે. એઆઈ વૈશ્વિક નેતાઓ ગૂગલ, એન્થ્રોપિક અને માઇક્રોસોટે આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. આ નિર્ણય એવા સમયે આવ્યો છે યારે વિધાર્થીઓ એઆઈ અને અન્ય એઆઈ સાધનો પર વધુને વધુ આધાર રાખી રહ્યા છે. વિધાર્થીઓ ગણતરીથી લઈને લેખન સુધી દરેક વસ્તુ માટે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application