જામનગર : બાળકો આનંદો... લાખોટાએ આવી ગયા છે વિદેશી પંખીડા
જામનગર : બાળકો આનંદો... લાખોટાએ આવી ગયા છે વિદેશી પંખીડા
November 17, 2025 11:58 AM
શિયાળાના આગમનની ઓળખ સમાન અને લાખોટા તળાવની ખૂબસુરતીને ચારચાંદ લગાવતા વિદેશી પંખીડા સીગલનું આખરે આગમન થઇ ગયું છે, બાળકોને ઇન્તેજાર હતો.
આજની આ તસ્વીરમાં દૂરથી પધારેલા વિદેશી મહેમાનો શિસ્તબઘ્ધ રીતે કતારમાં બેઠા છે, જે નજારો ખરેખર દિલને ગમી જાય એવો છે. બાળકો તો હવે પહોંચો, લાખોટા તળાવ અને ગાંઠીયાપ્રેમી વિદેશી પક્ષીઓ સાથે રમવાનો આનંદ મેળવો.