હાપા માર્કેટીંગ યાર્ડમાં ભાવમાં મરચાની બોલબાલા યથાવત રહેવા પામી છે મણનાં ભાવ રૂ.૧૨૫૦ થી ૬૪૧૦ બોલાયા હતા. અને જે પંદર ખેડુતો દ્વારા ૯૩ ગુણી લાવવામાં આવી હતી.
ગુવારનાં રોજ કુલ જણસ ૮૨૫૪ ગુણી નોંધાઇ હતી જેમાં સૌથી ઓછો ભાવ ડુંગળીનો મણના રૂ. ૪૦ થી ૨૮૫ બોલાયા હતા. અન્ય જણસીની ભાવ પર દ્રષ્ટિપાત કરીએ તો જુવારનાં ૩૦૦થી ૪૫૦, બાજરી ૪૧૫ થી ૫૩૫, ઘઉં ૪૫૦ થી ૫૧૯, અડદ ૯૦૦થી ૧૬૧૫, તુવેર ૬૦૦ થી ૧૫૮૦ રહ્યા હતા.
જયારે ચણાના ૯૫૦ થી ૧૧૨૫, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૮૦૦, મગફળી ઝીણી ૧૧૦૦ થી ૧૫૦૫, મગફળી જાડી ૧૦૦૦થી ૧૪૮૫, મગફળી ૬૬ નં. ૧૧૦૦થી ૧૫૨૦, રાયડો ૮૮૦થી ૧૨૯૦, રાય ૧૦૦૦થી ૧૪૩૦, કપાસ ૧૦૦૦થી ૧૫૬૫, જીરૂ ૩૨૦૦થી ૪૪૫૦, અજમો ૧૭૮૦થી ૫૭૦૦, અજમાની ભૂસી ૩૦ થી ૩૪૦૫, ધાણા ૧૩૦૦થી ૧૯૩૫, ધાણી ૧૯૫૦ થી ૨૩૧૦, સોયાબીન ૭૬૦ થી ૧૧૨૮, વટાણા ૮૦૦થી ૧૪૨૦ સુધીનાં ભાવ બોલાયા હતા. તા. ૫-૨ ગુરૂવારનાં રોજ કુલ ૨૨૩૦૧ મણ જણસીની આવક થવા પામી હતી જે ૯૨૩ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જે પૈકી ૯૪૦૫ ગુણીનું વેંચાણ થયુ હતું તેમ માર્કેટીંગ યાર્ડનાં સેક્રેટરી હિતેશ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.