BREAKING NEWS

ચીન વિશ્વનો ચોથો શસ્ત્ર નિકાસકાર દેશ, પાકિસ્તાન મુખ્ય ખરીદદાર

  • December 26, 2025 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વોરે ચીનની શસ્ત્રોની તાકાત અંગે 2025 ના નવા અહેવાલમાં ઘણા મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. તેમાં જણાવાયું છે કે ચીન વિશ્વના ચોથા સૌથી મોટા શસ્ત્ર નિકાસકાર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે જયારે પાકિસ્તાન ચીનના સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટા સંરક્ષણ ખરીદનાર તરીકે ઉભરી આવ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2024 સુધીમાં, ચીને વિશ્વભરના દેશોને મોટી સંખ્યામાં શસ્ત્રો વેચ્યા હતા, જેમાં મોટાભાગના નાના શસ્ત્રો હતા, જે ત્રીજા વિશ્વના દેશોને પૂરા પાડવામાં આવતા હતા. વધુમાં, ચીને પાકિસ્તાનને હવાઈ, જમીન અને સમુદ્ર આધારિત શસ્ત્રો અને સાધનો નિકાસ કરવાનું ચાલુ રાખ્યું છે.



ચીને પાકિસ્તાનને કયા ક્યા શસ્ત્રો વેચ્યા?

રિપોર્ટમાં જણાવાયું છે કે ચીને પાકિસ્તાનને 36 જે-10સી મલ્ટીરોલ ફાઇટર જેટ પૂરા પાડ્યા છે, જેના કારણે પાકિસ્તાન ચીન પાસેથી આ ફાઇટર જેટ મેળવનાર વિશ્વનો એકમાત્ર દેશ બન્યો છે. ચીને 2017 અને 2018 દરમિયાન પાકિસ્તાનને ચાર નૌકાદળના ફ્રિગેટ્સ પણ પૂરા પાડ્યા હતા. ચીને પાકિસ્તાનને કૈહોંગ અને વિંગ લૂંગ જેવા લશ્કરી ડ્રોન પણ પૂરા પાડ્યા હતા, જે બંને દેશો વચ્ચે વધતા લશ્કરી અને તકનીકી સહયોગ પર ભાર મૂકે છે.


ચીન અન્ય આટલા દેશોને શસ્ત્રો વેચી રહ્યું છે

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ચીન હાલમાં નિકાસ માટે ત્રણ ફાઇટર જેટ ઓફર કરે છે: પાંચમી પેઢીનું FC-31, ચોથી પેઢીનું J-10C અને સંયુક્ત રીતે વિકસિત ચીન-પાકિસ્તાન જેએફ-17 ફાઇટર જેટ. ડ્રોન ઉપરાંત, ચીને પાકિસ્તાન, અલ્જેરિયા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાક, મોરોક્કો, મ્યાનમાર, સર્બિયા અને UAE સહિત અનેક દેશોમાં હુમલો લશ્કરી ડ્રોન પહોંચાડ્યા છે.


એશિયા અને આફ્રિકામાં ચીનના શસ્ત્રોના વધતા વેચાણ મુદે ચિંતા

પેન્ટાગોનના એક અહેવાલમાં એશિયા અને આફ્રિકામાં ચીની શસ્ત્રોના વધતા વેચાણ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે ઘણા વિકાસશીલ દેશો ચીન પાસેથી શસ્ત્રો ખરીદી રહ્યા છે કારણ કે તેમની કિંમત મોંઘા પશ્ચિમી શસ્ત્રોની તુલનામાં ઓછી છે. ચીન તેના શસ્ત્રોની ગુણવત્તા અને વિશ્વસનીયતા અંગેની ચિંતાઓને દૂર કરવા માટે નોંધપાત્ર નાણાકીય સહાય પણ પૂરી પાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application