BREAKING NEWS

ચીનના ઇલેક્ટ્રિક વિમાન CE-25A ની પહેલી ઉડાન સફળ, જાણો તેની ખાસિયતો

  • November 15, 2026 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે આકાશમાં પણ ઇલેક્ટ્રિક ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે. અત્યાર સુધી તમે રસ્તાઓ પર બેટરીથી ચાલતી ઇલેક્ટ્રિક કાર અને બસો જોઈ હશે, પરંતુ ચીને એક એવું અદભુત વિમાન બનાવ્યું છે જે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક છે. ચીનના આ નૂતન CE-25A ઇલેક્ટ્રિક વિમાને પોતાની પહેલી પ્રાયોગિક (પાયલટ) ઉડાન સફળતાપૂર્વક પૂરી કરી લીધી છે. આ વિમાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે એક ટીપું પણ તેલ વગર અને બિલકુલ અવાજ કર્યા વગર આકાશમાં ઉડી શકે છે. આ રેસમાં અમેરિકા અને જર્મની જેવા દેશો પણ સામેલ છે, પરંતુ હાલમાં ચીન આ ટેક્નોલોજીમાં આગળ દેખાઈ રહ્યું છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનનું આ CE-25A ઇલેક્ટ્રિક વિમાન 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે અને આ વિમાન એક જ વાર ફુલ ચાર્જ થવા પર અંદાજે 400 કિલોમીટર સુધીનું અંતર કાપવાની ક્ષમતા ધરાવે છે. આ વિમાને ગત 14 નવેમ્બરના રોજ પોતાની પ્રથમ પાયલટવાળી ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક પાર પાડી હતી. આ મહત્ત્વપૂર્ણ ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન વિમાનમાં બે પ્રશિક્ષિત પાઇલટ્સ અને એક ફ્લાઇટ ટેસ્ટ ઇજનેર સવાર હતા.


​​​​​​​આ પરીક્ષણ ઉડાન કુલ 57 મિનિટ અને 46 સેકન્ડ સુધી ચાલી હતી, જે દરમિયાન આ વિમાન 16 મિનિટ અને 38 સેકન્ડ સુધી હવામાં રહ્યું હતું અને આ સમયગાળામાં તેણે કુલ 60.4 કિલોમીટરનું અંતર સફળતાપૂર્વક કાપ્યું હતું. ઉડ્ડયન ક્ષેત્રમાં આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યમાં પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણમુક્ત હવાઈ મુસાફરીના દ્વાર ખોલશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application