BREAKING NEWS

ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ, રાજકોટ અને મીડિયા પાર્ટનર આજકાલના સંગાથે જામનગરમાં ટ્રેન્ડી ટીન્સ ટેલેન્ટ હન્ટ શો યોજાયો

  • November 26, 2025 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ટીન્સ ટેલેન્ટ હન્ટ શોનું ખૂબ જ સફળ આયોજન કરવામાં આવ્યું. જામનગરના વિવિધ સ્કૂલોના લગભગ ૩૮૦થી વધુ વિદ્યાર્થીઓ ગાન, નૃત્ય, વક્તૃત્વ અને ચેસ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓની પ્રતિભા, ઊર્જા અને ઉત્સાહને કારણે કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો.


કાર્યક્રમનું માર્ગદર્શન ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસના ડિરેક્ટર ડો. ફાધર જોમોન થોમ્માના દ્વારા આપવામાં આવ્યું હતું. તેમના પ્રેરણાદાયી ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓમાં ઉમંગ જાગ્યો. તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં ભાગ લેનાર બધા વિદ્યાર્થીઓ પોતે જ વિજેતા છે. સાથે જ તેમણે જણાવ્યું કે કેમ્પસ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના મૂલ્યઆધારિત સર્વાગી વિકાસ માટે આવા કાર્યક્રમો સતત યોજતું રહેશે.
​​​​​​​

તેમણે સેન્ટ ફ્રાનસીસ સ્કૂલ, જામનગરના પ્રિન્સિપાલ, આજકાલ મીડિયા પાટનર અને સમગ્ર આયોજક ટીમનો વિશેષ આભાર વ્યક્ત કર્યા. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા, જ્યારે તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. સેન્ટ ફ્રાનસીસ સ્કૂલ, જામનગરના પ્રિન્સિપાલને પણ તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application