BREAKING NEWS

જામનગર : આજે નાતાલ પર્વની ઉજવણી: સેક્રેડ હાર્ટ ચર્ચમાં પ્રાર્થના યોજાઇ: મોડી રાત્રે જન્મના વધામણા

  • December 25, 2025 06:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરની ક્રિસમસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરમાં ખાસ કરીને પ૮ વર્ષથી એક માત્ર એવા સેક્રેટ હાર્ટ ચર્ચ ખાતે ગત મઘ્યરાત્રિએ ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મના વધામણા કરવા બહોળી સંખ્યામાં કેથેલીક તથા અન્ય લોકો પહોંચ્યા હતા, ભગવાન ઇસુના જન્મના વધામણા કરી સમુહ પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજાયા હતા.



 ભગવાન ઇસુના જુદા જુદા કટઆઉટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા, તેમજ ઇસુ ખ્રિસ્તના જન્મની ઘટનાનું મંચન કરવામાં આવ્યું હતું. મંચનમાં પાદરીઓએ પ્રેમ શાંતિ એકતાનું સંદેશ આપ્યો હતો. રેવ. ફાધર ડો. મનુ ચેરૂમુત થુપદીના માર્ગદર્શન હેઠળ ચર્ચ ધાર્મિક પ્રવૃતિઓથી જીવિત છે, ત્યારે આજે નાતાલની શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.


​​​​​​​
 તેમજ નાના મોટા ચર્ચોમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે અને એથેલીક પરિવારના ઘરો તથા અનેક ચર્ચમાં રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application