BREAKING NEWS

દરિયાઈ સૃષ્ટિમાં ક્રિસમસની ધૂમ: સ્કુબા ડાઇવર્સે યુરોપના ઊંડા સરોવરના તળિયે ક્રિસમસ ટ્રી શણગાર્યું

  • December 22, 2025 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્રિસમસ અને નવા વર્ષનો ઉત્સાહ હવે માત્ર જમીન પર જ નહીં, પરંતુ પાણીની ઊંડાઈમાં પણ જોવા મળી રહ્યો છે. શનિવારે (૨૦ ડિસેમ્બર) ઉત્તર મેસેડોનિયાના 'એમ્ફોરા ડાઇવિંગ ક્લબ'ના સભ્યોએ યુરોપના સૌથી ઊંડા સરોવરોમાંના એક, 'લેક ઓહ્રિડ' (Lake Ohrid) ના તળિયે જઈને એક સુંદર ક્રિસમસ ટ્રી સ્થાપિત કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.


સાન્તા ક્લોઝની ટોપી અને અનોખો અંદાજ
ડાઇવિંગ ક્લબના સભ્યો લાલ રંગની સાન્તા ટોપી પહેરીને સરોવરના ઠંડા પાણીમાં ઉતર્યા હતા. તેઓ પોતાની સાથે સંપૂર્ણ રીતે શણગારેલું ક્રિસમસ અને ન્યૂ યર ટ્રી લઈને ગયા હતા અને તેને સરોવરના તળિયે સુરક્ષિત રીતે ગોઠવ્યું હતું. આ અનોખી ઉજવણી જોવા માટે પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી.


ખાસ ઉમદા હેતુ માટે સમર્પણ

આ માત્ર એક મનોરંજનની પ્રવૃત્તિ નથી, પરંતુ તેની પાછળ એક સંવેદનશીલ સંદેશ છુપાયેલો છે. ડાઇવિંગ ક્લબ દ્વારા આ અંડરવોટર ટ્રી 'દુર્લભ રોગો (Rare Diseases) થી પીડાતા બાળકો' ને સમર્પિત કરવામાં આવ્યું છે.


'મ્યુઝિયમ ઓન વોટર' નું નવું આકર્ષણ
આ ક્રિસમસ ટ્રી હવે 'ગ્રાડિશ્તે મ્યુઝિયમ ઓન વોટર' (Gradishte Museum on Water) નો એક ભાગ બની ગયું છે. આ મ્યુઝિયમ પાણીની અંદર રહેલી તેની અજીબોગરીબ વસ્તુઓ અને ઐતિહાસિક સ્થાપત્યો માટે પ્રખ્યાત છે.


​​​​​​​ઉલ્લેખનીય છે કે, ઉત્તર મેસેડોનિયામાં નાતાલની ઉજવણી જાન્યુઆરીના પ્રારંભમાં કરવામાં આવે છે, પરંતુ નવા વર્ષની તૈયારીઓ ડિસેમ્બરના અંતથી જ શરૂ થઈ જાય છે, જેમાં શણગારેલા વૃક્ષોનું વિશેષ મહત્વ હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News