પહેલગામની જઘન્ય આતંકવાદી ઘટના બાદ આવી પડનારી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિના સામના માટે થઈને ભાવનગરના રાષ્ટ્રભકત નાગરિકો દ્વારા તારીખ ૧૧-૦૫ને રવિવારના રોજ સવારના ૯-૦૦ થી બપોરના ૨-૦૦ સુધી મોતીબાગ ટાઉન હોલ ખાતે ’મહા રક્ત સંજીવની યજ્ઞ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગરના ધરાસભ્ય ઓ તેમજ મેયર અને સ્ટે. ચેરમેન સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિ ઓ, કલેક્ટર અને કમિશ્નર તેમજ ભાવનગર મહાનગર ભાજપના હોદ્દેદારો તેમજ ભાવનગરની વિવિધ વ્યાપારિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ તેમજ ભાવનગર મહાનગરના દેશપ્રેમી નાગરિકો વિશાળ સંખ્યામાં રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. અને દેશના સીમાડાઓ સાચવતા જવાનો માટે થઈને સાડી ચારસો સીસી કરતા વધુ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. ભાવેણાની જનતાએ સ્વયં શિસ્ત દ્વારા આ મહા રક્તદાન યજ્ઞને સફળ બનાવ્યો હતો, તેમજ સર તખ્તસિંહજી હોસ્પિટલ બ્લડ બેન્ક દ્વારા સેવા આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન...Live
May 12, 2025 07:23 PMધ્રોલમાં રાષ્ટ્ર માટે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
May 12, 2025 06:59 PMઆજથી દેશભરના ૩૨ એરપોર્ટ ખૂલ્યા, જામનગર એરપોર્ટ ડિરેક્ટરે વિગતો આપી
May 12, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech