માવઠાની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થતા બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. ભાવનગર શહેરમાં માવઠાની આગાહીના ત્રીજા દિવસે પણ બપોર સુધી મેઘરાજાનું આગમન ન થતાં લોકોને હાશકારો થયો હતો.ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી વધતા લોકો આકરી ગરમીથી ત્રસ્ત થયા હતા.મહત્તમ તાપમાન વધીને ૩૯.૭ ડિગ્રી નોંધાયુ હતુ.લઘુતમ તાપમાન વધીને ૨૫ ડિગ્રી રહયું હતું. ભેજ વધીને ૬૩ ટકા, પવનની ઝડપ ૧૪ કિમી. રહી હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં ચાર દિવસ સુધી ભારે પવન સાથે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી હતી.પરંતુ આગાહીના આજે સતત ત્રીજા દિવસે સવારથી સૂર્યનારાયણ પ્રકાશિત રહયા હતા. કાળઝાળ ગરમીના કારણે બપોરે શહેર અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ સૂમસામ બન્યા હતા.બપોર સુધી જિલ્લામાં ક્યાંય વરસાદ ન પડતાં લોકો અને ખેડૂતોએ રાહત અનુભવી હતી. મહત્તમ તાપમાન વધીને ૪૦ ડિગ્રી નજીક રહયું હતું.આથી ગરમીનું જોર વધ્યું હતું.લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા.ભેજ વધતા બફારો ખૂબ વધતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. ઘર અને ઓફિસોમાં પંખા ફરવા લાગ્યા છે અને એ.સી. શરૂ થયા છે.
મહત્તમ તાપમાન ૨.૫ ડિગ્રી વધીને ૩૯.૭ ડિગ્રી નોંધાયુ હતુ.આથી ગરમીનું પ્રમાણ વધ્યું હતું.જ્યારે લઘુતમ તાપમાન આજે સવારે ૧ ડિગ્રી વધીને ૨૫ ડિગ્રી
નોંધાયુ હતુ.આજે ગુરૂવારે સવારે ભેજ વધીને ૬૩ ટકા નોંધાયો હતો.જ્યારે પવનની ઝડપ ૧૪ કિ.મી. રહી હતી. ચૈત્ર માસના પ્રથમ સપ્તાહમાં અને એપ્રિલ માસના પહેલા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધ્યા છે. આ વર્ષે થોડી મોડી મોડી પણ સારા પ્રમાણમાં ઠંડી પડી હતી.જો કે હવે ઠંડીની અસર ગાયબ થઈ છે. ગત સપ્તાહમાં લઘુતમ તાપમાનમાં વધારો થતા ઠંડી ઓછી થઈ હતી અને ગરમીનું પ્રમાણ વધ્યુ હતું.ખાસ કરીને બપોરે ઉનાળા જેવી આકરી ગરમી રહી હતી.રાત્રે પણ હવે તાપમાન વધુ રહેતા ગરમી રહે છે. એપ્રિલ માસના અંતિમ સપ્તાહમાં મહત્તમ તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રી જેટલું રહયું છે. આથી આ વર્ષે ગત વર્ષ કરતા પણ ઉનાળો વધુ આકરો મિજાજ દર્શાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.હાલ શહેરમાં સવારે અને રાત્રે ઠંડી, જ્યારે બપોરે ગરમીના કારણે મિશ્ર ઋતુનું વાતાવરણના કારણે તાવ,શરદી,ઉધરસ, ઝાડા વગેરેના દર્દીઓનું પ્રમાણ વધ્યુ છે.આથી દવાખાનામાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech