UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું 16 જૂનના રોજ યોજાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા પછી ઉમેદવારો તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે જે આજે એટલે કે 1લી જુલાઈના રોજ આ રાહનો અંત આવ્યો છે. ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર જઈને ઓનલાઈન પરિણામ જોઈ શકે છે. પરિણામ જાહેર થવાની સાથે સાથે કટઓફ પણ યુપીએસસી દ્વારા બહાર પાડવામાં આવશે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસિસ (CSE) અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) સંયુક્ત પ્રારંભિક પરીક્ષા 2024 16 જૂને સમગ્ર દેશમાં બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થઈ ત્યારથી ઉમેદવારો તેમના પરિણામો જાહેર થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેથી તેઓ તેની તપાસ કરી શકે અને તેમની આગળની તૈયારીઓ કરી શકે.
આવા ઉમેદવારોને જણાવી દઈએ કે UPSC દ્વારા આજે એટલે કે 1લી જુલાઈ 2024ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. પરિણામ UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર ઓનલાઈન મોડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
પીડીએફ ફોર્મેટમાં પરિણામો થયા જાહેર
સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ UPSC દ્વારા PDF ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ પીડીએફમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોના રોલ નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માત્ર એવા ઉમેદવારોને જ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણવામાં આવશે જે પ્રિલિમ પરીક્ષામાં સફળ થશે.
આ સ્ટેપ પ્રમાણે તમારા પરિણામો ચકાસી શકશો
- UPSC CSE 2024 પ્રિલિમ પરિણામ તપાસવા માટે, તમારે પહેલા સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જવું પડશે.
- વેબસાઈટના હોમ પેજ પર તમારે What's New વિભાગમાં પરિણામ સંબંધિત PDF પર ક્લિક કરવાનું રહેશે.
- હવે આ પછી સ્ક્રીન પર PDF ખુલશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો.
- હવે તમે પીડીએફમાં તમારો રોલ નંબર ચેક કરીને તમારું પરિણામ જાણી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech