BREAKING NEWS

કરોડોની જમીનનો સાટાખતના આધારે દસ્તાવેજ રદ કરવાનો દાવો ફગાવાયો

  • May 08, 2026 10:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ પડધરી તાલુકાના ગામ ચણોલ મોટી ગામની કિંમતી ખેડવાણ જમીનના વયેલા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ કરી અગાઉ વયેલા સાટાખતના આધારે દસ્તાવેજ કરી આપવાનો દાવો સિવિલ કોર્ટે ના મંજુર કર્યો છે.
આ કેસની હકિકત મુજબ, ધર્મેશભાઈ નાનજીભાઈ ગોંડલીયાએ પડધરી તાલુકાના ગામ ચણોલ મોટીના સર્વે નં. ૨૬૫ (જુના સર્વે નં. ૮૮/૩ પૈકી ૨/૧) ની ’ભવલાપ પાટી' તરીકે ઓળખાતી એકર ૨-૨૮ ગુંઠા ખેડવાણ જમીન સંદર્ભે પડઘરીના પ્રિન્સિપાલ સિવિલ જજ કોર્ટમાં મનોજભાઈ ગોવિંદભાઈ ગજેરા તેમજ મગનભાઈ બેચરભાઈ વસોયા વિરૂધ્ધ કરારનું વિશિષ્ટ પાલન કરવા અંગે તથા વિજ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમ મળવા તેમજ જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ બાતલ ઠરાવવા અંગેનો દાવો કરવામાં
આવેલ હતો. જે દાવા અરજીમાં ધર્મેશભાઈ નાનજીભાઈ ગોંડલીયાએ જણાવેલ કે, ઉપરોકત ખેડવાણ જમીન અંગે મનોજભાઈ ગોવિંદભાઈ ગજેરા દ્વારા તેમની સાથે સુધી અને સાટાખત કરાર સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધવામાં આવેલ. પરંતુ ત્યારબાદ મનોજભાઈ ગોવિંદભાઈ ગજેરા પેનકેન પ્રકારે બહાના બનાવી સાટાખત કરી આપતા ન હતા. તેમજ એક સાટાખત ચાલુ હોવા છતાં તેણે મગનભાઈ બેચરભાઈ વસોયાને તા. ૧૬/ ૦૬/ ૨૦૨૧ના રોજ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપેલ જેની જાણકારી ધર્મેશભાઈ નાનજીભાઈ ગોંડલીયાને થતાં તેઓએ પડઘરીની કોર્ટમાં કરારના વિશિષ્ટ પાલન તેમજ મનોજભાઈ ગોવિંદભાઈ ગજેરાએ મગનભાઈ બેચરભાઈ વસોયા જોગ કરેલ વેચાણ દસ્તાવેજ રદ કરવા અંગેનો દાવો દાખલ કરેલ હતો. જે ઘવામાં મગનભાઈ બેચરભાઈ વસોયા તરફે એડવોકેટ દેવદત બી. મહેતાએ હાજર રહી કોર્ટને અરજ ગુજારેલ કે વાદી જે દાવો દાખલ કરેલ છે તે વાદીની દાવા અરજી મુજબ or ટકવાપાત્ર નથી તેમજ વાદીએ જે પક્ષકારોને જોડવા જોઈએ તે પક્ષકારીને દાવામાં જોડેલ નવી, દાવો સમય મર્યાદા બહાર ન હોય જેથી સદરહુ દાવાની ટ્રાયલ કરવાની પણ જરૂરીયાત રહેતી નથી, તે પ્રકારની રજૂઆતો કરી હતી. જે ધ્યાને લઈ પડઘરી કોર્ટે બન્ને પક્ષોની સુનાવણી બાદ ધર્મેશભાઈ નાનજીભાઈ ગોંડલીયા દ્વારા દાખલ કરવામાં આવેલા કરારનું વિશિષ્ટ પાલન કરવા તેમજ ખેડવાણ જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ કરવાની માંગણી ફગાવી દઈ દાવો રદ કરવાનો હુકમ ફરમાવેલા છે. આ કેસમાં પ્રતિવાદી તરફે રાજકોટના લો-મેન્સન ટીમના એડવોકેટ અમિત બી.વેકરીયા, સંજય ડી. અજાણી, દેવદત બી મહેતા, વિદીત એમ. ડોબરીપ જય ડી. ઢોલરીયા, હર્ષ દોમડીયા, રાજ એન. પરમાર રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News