BREAKING NEWS

મહેસૂલી તલાટીઓના જોબચાર્ટમાં સ્પષ્ટતા પાક કાપણીના અખતરા ગ્રામ સેવકો કરશે

  • October 22, 2026 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રાજ્યના મહેસૂલી તલાટીઓની કામગીરી અને જવાબદારીઓ અંગે નવા જોબચાર્ટ મારફતે સ્પષ્ટતા કરી છે. કઈ કામગીરી મહેસૂલી તલાટીઓએ કરવાની રહેશે અને કઈ કામગીરી અન્ય વિભાગો દ્વારા કરવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયી વિભાગો વચ્ચે કામગીરીની જવાબદારી અંગેની દ્વિધા દૂર કરવાની સો મહેસૂલી તલાટીઓની ફરજોની સીમા સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.



સરકારના પરિપત્ર અનુસાર, રાજ્યમાં કુદરતી આપત્તિ સર્જાય અવા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવે ત્યારે નુકસાનના સરવે માટે રચવામાં આવતી ટીમમાં મહેસૂલી તલાટી સભ્ય તરીકે કામગીરી કરશે. કુદરતી આપત્તિના સમયે વાવેતર અંગેના દાખલા આપવાની જવાબદારી પણ મહેસૂલી તલાટીને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે અમલમાં રહેલા ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટમાં પણ તલાટીઓની ભૂમિકા નિર્ધારિત કરવામાં આવી છે.



ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ હેઠળ ખેડૂત લાર્ભાીઓની વિગતોની ચકાસણી કરીને તેને માન્ય કરવાની, એટલે કે એપ્રુવર તરીકેની સત્તા મહેસૂલી તલાટીઓને આપવામાં આવી છે. આ વ્યવસી ખેડૂતોની નોંધણી સંબંધિત કામગીરીમાં મહેસૂલી તંત્રની જવાબદારી સ્પષ્ટ શે.બીજી તરફ, જોબચાર્ટમાં પાક કાપણીના અખતરાઓ અંગે મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ કામગીરીને લઈને ઊભી તી જવાબદારીની અસ્પષ્ટતા દૂર કરતાં હવે ખેતરોમાં પાક કાપણીના અખતરા ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવશે. આમ, આ કામગીરી મહેસૂલી તલાટીઓના બદલે ગ્રામ સેવકોના કાર્યક્ષેત્રમાં રહેશે.



જમીન માપણીને લગતી કામગીરી અંગે પણ પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. જમીન માપણી સંબંધિત તમામ ટેકનિકલ અને સ્ળ પરની ક્ષેત્રીય કામગીરી જમીન માપણી તંત્ર દ્વારા જ હા ધરવામાં આવશે. આી મહેસૂલી તલાટીઓ અને જમીન માપણી તંત્ર વચ્ચે કામગીરીની જવાબદારી અલગ કરવામાં આવી છે.મહેસૂલ વિભાગના આ જોબચાર્ટી સરકારી કામગીરીમાં જવાબદારીનું સ્પષ્ટ વિભાજન વાની અપેક્ષા છે.

ખાસ કરીને પાક કાપણીના અખતરા અને જમીન માપણી જેવી કામગીરી અંગેની સ્પષ્ટતાી મહેસૂલી તલાટીઓ પરના વધારાના કાર્યભારમાં ઘટાડો વાની શક્યતા છે. સો જ કુદરતી આપત્તિ, વાવેતરના દાખલા અને ફાર્મર રજિસ્ટ્રી જેવી મહેસૂલી સેવાઓમાં તેમની જવાબદારી વધુ સુનિશ્ચિત બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application