હળવદનાં મંગળપુરમાં જમીન મુદ્દે એક જ પરિવાર વચ્ચે માથાકૂટ: આઠ વ્યક્તિને ઈજા

  • December 26, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદના મંગળપુર ગામે એક જ કુટુંબના બે જૂથ વચ્ચે માથાકુટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં જમીનના વિવાદમાં બંને જૂથ વચ્ચે માથાકુટ થતાં આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી પાંચ વ્યક્તિઓને હળવદ અને ત્રણ ઈજાગ્રસ્તને સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને બનાવની જાણ થતાં પોલીસે બનાવની વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.રાણાભાઇ રામજીભાઈ કુડેચા, ક્રિષ્નાભાઇ રાણાભાઇ કુડેચા, અનિલભાઈ ઠાકરશીભાઈ કુડેચા ત્રણ લોકોને ઈજા થતા સુરેન્દ્રનગર અને મોરબી રીફર કરવામાં આવ્યા છે.જ્યારે અન્ય ઇજાગ્રસ્ત ડિમ્પલબેન અવચરભાઈ કુડેચા અને અન્ય ચાર જણાને સામાન્ય ઇજા થવા પામી હતી. જેથી તેઓને હળવદ સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતાં હળવદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application