BREAKING NEWS

ગોંડલ ન.પા.કચેરીમાં આપનાં જિગીશા પટેલ અને ભાજપનાં મનસુખ સખિયા વચ્ચે બઘડાટી

  • November 13, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લ ાં એક બે અઠવાડીયા થી ગોંડલ નાં ગામડાંઓ માં જઈ લોક પ્રશ્નો જાણી ગોંડલ પંથકમાં આપ ' નુ પ્લેટફોર્મ બનાવવાં મથી રહેલા આપ નાં મહીલા નેતા જિગીશા બેન નગરપાલિકા કચેરીએ ચિફ ઓફિસર ની ચેમ્બર માં રજુઆત કરી રહ્યા હતા ત્યારે ત્યાં આવી પંહોચેલા નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ અને ભાજપ નાં આગેવાન મનસુખભાઈ સખીયા વચ્ચે શાબ્દિક ધબડાટી બોલી હતી.જેને લઇ ને ચેમ્બર પાસે ટોળા એકઠાં થયાં હતાં.
જિગીશા પટેલ પાલીકા નાં કેટલાક સફાઈ કામદારોનાં કાયમી હત્પકમ અંગેનાં જુના પ્રશ્નો અંગે ટ્રેની ચિફ ઓફિસર ટિકલબેન પટેલ ને રજુઆત કરી રહ્યા હતા.દરમિયાન તેમણે ગોંડલ નાં વિવિધ પ્રશ્નો અંગે રજુઆત શ કરતા મનસુખભાઈ સખીયા ઉશ્કેરાયા હતા.અને જિગીશાબેન તમે જુનાગઢ નાં છો તો જુનાગઢ ની ચિંતા કરો એવું કહી આડે હાથ લીધાં હતા.અને કહ્યુ કે નાનામોટાં પ્રશ્નો દરેક ગામે ગામ  હોય પરંતુ કેટલાં કામ સારાં થયા છે.એ સ્વિકારો.વિકાસ ની દ્રસ્ટી એ ગોંડલ સૌરાષ્ટ્ર્ર માં આગવું સ્થાન ધરાવે છે.ગોંડલ ની શાંતિને ડહોળવા પ્રયત્નો ના કરો.અહીં શાંતી છે.લોકો સુખી છે.મનસુખભાઈ સખીયાએ ટોણો મારતા કહ્યુ કે હમણાંથી કેટલાક લોકોને ગોંડલ માં ચુંટણી લડવી હોય બહાર થી ગોંડલ દોડી આવી ખોટી ચિંતા દાખવી લોકોને ઉશ્કેરી રહ્યા છે.
પરંતુ આ લોકો પ્રજા નો વિશ્ર્વાસ જીતી નહી શકે.સામાં પક્ષે જિગીશાબેન પટેલે પણ તેમની  દલીલો કરતા ભડકો થયો હતો. આખરે જિગીશાબેન પટેલ ની સફાઈ કામદારો અંગેની લેખીત રજુઆત સ્વિકારાતા તેઓ રવાના થયાં હતા.આમ આદમી પાર્ટીનાં સ્થાનિક મહીલા આગેવાન નિમિષાબેન ખુંટ પણ હમણાંથી ગોંડલનાં લોકપ્રશ્નો અંગે વિડીયો વાયરલ કરી રહ્યા છે.બીજી બાજુ જિગીશાબેન પટેલ પણ જાણે ગોંડલ ને કેમ્પ બનાવી લોકપ્રશ્નો અંગે ગામડાની મુલાકાત લઇ રહ્યાનાં વિડીયો સોશિયલ મિડીયામાં ચમકી રહ્યા હોય વિધાન સભાનીચુંટણીને હજુ  બે વર્ષ ની વાર હોવા છતા ચુંટણી જેવું વાતાવરણ સર્જાયુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application