રાજકોટમાં કિન્નરો વચ્ચેનો ડખો વકર્યો: સાત વ્યંગઢળોએ ફિનાઇલ પીધું
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કિન્નરોના જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલીથી લઈ મારામારીના બનાવો બની રહ્યા છે. ત્યારે હવે આ ડખો વધુ વકર્યો હોય તેમ જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક ખાટુશ્યામ મંદિર પાસે મોડી રાત્રીના એક સાથે છ કિન્નરોએ ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંજીવાડમાં રહેતી નિકિતા દે નામની કિન્નરના ત્રાસથી આ પગલું ભર્યાનો આક્ષેપ કર્યો હતો. આ નિકિતા દેએ પણ ગઇકાલે રાત્રીના ગંજીવાડામાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ગંજીવાડા 13 માં રહેતી નિકિતા દે (ઉ.વ. 24) એ ગઈકાલે રાત્રિના 8:30 વાગ્યા આસપાસ અહીં ગંજીવાડામાં શક્તિ ચોક પાસે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
બીજી તરફ ગઈકાલ રાત્રિના 2:00 વાગ્યા આસપાસ જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે ખાટુશ્યામ મંદિર નજીક એક સાથે છ વ્યંગઢળોએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આપઘાતનો પ્રયાસ કરનાર વ્યંગઢળોમાં ખુશ્બુદે ગોપી દે (ઉ.વ. 24), સમીરા દે (ઉ.વ. 30), બિંદીયા દે મીરા દે (ઉ.વ. 32), ગોપી દે (ઉ.વ. 30), કલ્પુ દે (ઉ.વ. 24) નો સમાવેશ થાય છે.
આ વ્યંગઢોએ આક્ષેપ કર્યો હતો કે, ગંજીવાડામાં રહેતી નિકિતા દે તેમને સતત ધાક ધમકી આપે છે તેમજ ફોન કરી કહે છે કે એકલા નીકળશો તો છરી મારીશું. નીકીતા દેને કમિટિમાંથી બહારા કરાયા બાદ તે આ વાતનો ખાર રાખી સતત ત્રાસ આપી ધમકી આપતા તેનાથી કંટાળી જઇ આ પગલું ભર્યાનું આક્ષેપ કર્યો હતો. સામાપક્ષે ફિનાઇલ પી જનાર નીકીતા દે પણ આ જૂથ સામે આક્ષેપ કર્યા છે.