BREAKING NEWS

મોરબી નજીક ટ્રક પરથી પગ લપસી જતા પડી જતા ઈજાગ્રસ્ત ક્લીનરનું મોત

  • October 03, 2026 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લીલાપર ચોકડી પાસે ટ્રક વજન કાંટા પર રાખ્યો હોય અને ક્લીનર નીચે ઉતરવા જતા પગ લપસી જતા પડી જતા ઈજાગ્રસ્ત ક્લીનરનું મોત થયું હતું..પ્રાપ્ત વિગતો મુજબ ટ્રક એમએચ ૪૩ બીજી ૨૧૦૭ ના ક્લીનર મોહમદ આલમ મકસુદ રહે જેતાપુર, બલરામપુર, ગૌરા ચોરાહા વાળા મોરબીની લીલાપર ચોકડી પાસે તીર્થક પેપરમિલમાં વે બ્રીજ પર વજન કરવા ટ્રક ઉભો રાખ્યો હતો અને ક્લીનર મોહમદ આલમ મકસુદ ટ્રક પરથી નીચે ઉતરવા જતા પગ લપસી જતા પડી જતા માથા અને હાથમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રફાળેશ્વર બાદ વધુ સારવાર માટે લખનૌ ઉત્તરપ્રદેશ સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application