ગાંધી જયંતિ નિમિત્તે મહેસૂલ વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન
ગાંધી જયંતિ નિમિત્તે મહેસૂલ વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન
October 03, 2026 09:17 AM
ગાંધી જયંતિ નિમિત્તે મહેસૂલ વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન
ધોરાજી: મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ધોરાજી શહેરમાં મહેસૂલ વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજીના ગણેશ ઓઈલ મિલવાળા વિસ્તારમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ સ્વચ્છતા કામગીરીમાં જોડાઈને શ્રમદાન કર્યું હતું. ગાંધી જયંતિના પાવન દિવસે યોજાયેલા આ સ્વચ્છતા કાર્યક્રમ દરમિયાન વિસ્તારમાંથી અંદાજે 30 ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વચ્છતા જાળવવા તેમજ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે લોકોને પણ સ્વચ્છતા અંગે જાગૃત રહેવા અપીલ કરી હતી. આ સ્વચ્છતા અભિયાન થકી ગાંધીજીના સ્વચ્છતા અને સ્વચ્છ ભારતના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.