BREAKING NEWS

જામનગર : વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત બાલાચડી ગોમતી બીચ ખાતે સાફ-સફાઈ હાથ ધરાઈ

  • October 03, 2025 05:42 PM 

જામનગર તા.03 ઓક્ટોબર, ​વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બાલાચડી ગોમતી બીચ ખાતે બીચ સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



આ જાગૃતિ અભિયાનમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય તેમજ જોડિયા મરીન નેશનલ પાર્ક રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો.

​​​​​​​

 સાથે જ બાલાચડી સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણોએ પણ પર્યાવરણ સંરક્ષણના આ કાર્યમાં ઉત્સાહભેર સહભાગીતા નોંધાવી હતી. આ પ્રસંગે જોડિયા તાલુકાના પ્રમુખ, ગામના સરપંચ તેમજ જોડિયા તાલુકાના સર્કલ ઓફિસર સહિતના સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ગોમતી બીચના કિનારાની સફાઈ કરી પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application