લાલવાડીના આવાસ ગેઇટથી થોડે દુર રોડ પરથી કાપડની ફેરી કરતા એક શખ્સને ઇંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે પકડી લેવાયો હતો જયારે યાર્ડ રોડ પરથી ઇંગ્લીશ દારૂ સાથે એક શખ્સને દબોચી લેવાયો હતો.
જામનગરના દિ.પ્લોટ ૫૮, શાંતીનીકેતન એપાર્ટમેન્ટ બ્લોક નં. ૭માં રહેતા અને કપડાની ફેરી કરતા હિરેન કિશોરભારથી ગોસ્વામી નામના શખ્સને લાલવાડી આવાસના ગેઇટથી થોડે દુરના રોડ પરથી વિદેશી દારૂની ૬ બોટલ લઇને નીકળતા પકડી લેવાયો હતો. કપડાની ફેરીની આડમાં દારૂનું વેચાણ કરતો તસ્કર મળી આવતા ચકચાર વ્યપાી હતી.
અન્ય દરોડામાં લોધીકાના પારડી ગામ જયોતીવીલા એપાર્ટમેન્ટ ત્રીજા માળે રહેતા ચેતન બચુભાઇ પરમાર નામના શખ્સને વિદેશી દારૂની ૫૦૦ એમલ બોટલમાં રાખીને બેઠકથી હાપા યાર્ડ તરફના રોડ પરથી પોલીસે પકડી પાડયો હતો.