BREAKING NEWS

અમદાવાદમાં ખાનગી બસમાંથી રૂ.૧.૧૭ કરોડનું કોકેઇન ઝડપાયુંઃ રાજસ્થાનના શખસની ધરપકડ

  • August 27, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી પોલીસે ગેરકાયદે માદક પદાર્થોની હેરફેર સામે મોટી સફળતા મેળવી છે. નરોડા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ૧.૧૭ કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું ૨૩૪ ગ્રામ કિંમતી કોકેઇન જપ્ત કર્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પોલીસે 1.17 કરોડ રૂપિયાની કિંમતનું 234 ગ્રામ કોકેઈન જપ્ત કરીને રાજસ્થાનના એક શખસની ધરપકડ કરી છે., આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા આ ડ્રગ્સની અંદાજિત કિંમત 1.17 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. આ કેસમાં પોલીસે રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

મળતી વિગતો અનુસાર, નરોડા પોલીસની ટીમને વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થવાની ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે નરોડા જીઆઈડીસી વિસ્તાર નજીક ગોઠવેલી વોચ દરમિયાન શંકાસ્પદ રીતે ફરી રહેલા એક યુવકને રોકીને તેની તલાશી લીધી હતી. જેના આધારે પોલીસે નરોડા જીઆઈડીસી નજીક વોચ ગોઠવી હતી., આ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા એક યુવકની અટકાયત કરી તેની તલાશી લેતાં તેની પાસેથી 234 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. તલાશી દરમિયાન તેની પાસેથી ૨૩૪ ગ્રામ કોકેઇન મળી આવતાં પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી. આ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા એક યુવકની અટકાયત કરી તેની તલાશી લેતાં તેની પાસેથી 234 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીની ઓળખ હરેશ સૈન તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનનો વતની છે. આરોપી ખાનગી ટ્રાવેલ્સની બસ મારફતે આ કિંમતી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર, આરોપી ખાનગી ટ્રાવેલ્સ બસ મારફતે ડ્રગ્સનો આ કિંમતી જથ્થો લઈને અમદાવાદ પહોંચ્યો હતો. તે નરોડા જીઆઈડીસી નજીક અમદાવાદના કોઈ સ્થાનિક પેડલર કે રિસીવરને આ ડ્રગ્સની ડિલિવરી આપે તે પહેલાં જ જાગૃત પોલીસે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.

આ ઘટના બાદ પોલીસે સમગ્ર ડ્રગ્સ સપ્લાય ચેઈન અને નેટવર્કનો પર્દાફાશ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બાદ પોલીસે સમગ્ર ડ્રગ્સ નેટવર્ક અને સપ્લાય ચેઈનનો પર્દાફાશ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજસ્થાનથી આટલો કિંમતી જથ્થો કોણે મોકલ્યો હતો અને અમદાવાદમાં આ માલ કોને પહોંચાડવાનો હતો તે અંગે આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજસ્થાનથી આ જથ્થો કોણે મોકલ્યો હતો અને અમદાવાદમાં આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું (રિસીવર કોણ હતું) તે દિશામાં પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. આરોપીના રિમાન્ડ મેળવીને શહેરના સ્થાનિક ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા અન્ય નામો બહાર લાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application