BREAKING NEWS

જામનગરમાં ઠંડી વધી તાપમાન ૧૬ ડીગ્રી

  • November 12, 2025 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં સવાર અને સાંજ ઠંડીનો ચમકારો રહે છે, બપોરના ૧૨ થી ૫ તાપમાન ૩૨ ડીગ્રી આસપાસ રહેતું હોય છે, ગઇકાલ કરતા લઘુતમ તાપમાનમાં દોઢ ડીગ્રીનો ઘટાડો થયો છે અને તાપમાન ૧૬ ડીગ્રીએ પહોંચ્યું છે, આજે સવારે પણ ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો, ઠંડીને કારણે તાવ, શરદી, ઉધરસના કેસોમાં પણ વધારો થયો હોવાનું જાણવા મળે છે. 


કલેકટર કચેરીના ક્ધટ્રોલ ‚મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી, હવામાં ભેજ ૬૪ ટકા, પવનની ગતિ ૫ થી ૧૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે. 


બે દિવસ પહેલા જામનગર શહેર અને આજુબાજુના ગામડાઓ તેમજ હાઇવે ઉપર ઝાકળનો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતાં, જો કે હવામાન ખાતાએ આજથી સમગ્ર ગુજરાતમાં ઠંડી શરૂ થશે તેવું જણાવ્યું છે. જામનગરમાં જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં રોગચાળો વઘ્યો છે, મિશ્ર ઋતુને કારણે તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસવું જેવા દર્દો વધી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી આવા વાતાવરણથી લોકો પણ કંટાળી ગયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News