BREAKING NEWS

ગુજરાત સહિત દેશભરમાં કાલથી ઠંડીના પ્રમાણમાં થશે વધારો

  • December 03, 2025 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેલા થોડા દિવસોથી ફૂલ ગુલાબી ઠંડીનું વાતાવરણ મોડી સાંજથી સવાર સુધી રહેતું હતું અને આખો દિવસ ગરમી નો માહોલ રહેતો હતો આવતીકાલથી ચિત્ર બદલાઈ રહ્યું છે અને ફરી શિયાળાની ઠંડીના દિવસો આવી રહ્યા છે.

આગામી ચાર દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા નોર્થ વેસ્ટ ના રાજ્યો માટે હવામાન વિભાગે દર્શાવી છે આવી જ રીતે દેશના અન્ય ભાગોમાં પણ લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે પંજાબ મધ્ય મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કોલ્ડ વેવ માટેની આગાહી કરવામાં આવી છે પંજાબ પર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ હોવાથી તેની અસરના ભાગરૂપે ઠંડીની સિઝન શરૂ થઈ રહી છે પરંતુ સાથો સાથ આગામી તારીખ 5 થી ના રોજ સમગ્ર હિમાલયન પ્રભાવિત કરે અને દેશભરમાં અસર પહોંચાડે તેવું એક અસરકારક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થશે અને ઠંડીના પ્રમાણમાં સતત વધારો ચાલુ રહેશે.

આજે પણ ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધારો ગુજરાતના અનેકentરોમાં જોવા મળ્યો છે અમરેલીમાં ગઈકાલે 15.4 અને આજે 13.8 ભુજમાં ગઈકાલે 16 અને આજે 14.8 ડીસામાં ગઈકાલે 16.4 અને આજે 15.2 દ્વારકામાં ગઈકાલે 19.6 અને આજે 18.6 પોરબંદરમાં ગઈકાલે 17.2 અને આજે 16.4 રાજકોટમાં ગઈકાલે 15.8 અને આજે 14.3 વેરાવળમાં ગઈકાલે 19.3 અને આજે 18.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે આ તમામ સેન્ટરોમાં સામાન્યથી બે ડિગ્રી જેટલી ઠંડી વધી છે.

બીજી બાજુ અમદાવાદ વડોદરા ભાવનગર ગાંધીનગર નલિયા જેવા સેન્ટરોમાં ગઈકાલ કરતા આજે લઘુતમ તાપમાન ઊંચું રહ્યું છે અને તેના કારણે ઠંડી ઘટી છે નલિયામાં ગઈકાલે 10 ડિગ્રી અને આજે 11 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ગિરનાર પર્વત પર આજે લઘુતમ તાપમાન 10.6 ડીગ્રી નોંધાયું છે. જુનાગઢ શહેરમાં 15.6 અને ભવનાથ તળેટીમાં 13.6 ડિગ્રી તાપમાન રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application