BREAKING NEWS

જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો: અડધા ડીગ્રીના ઘટાડા સાથે મોસમનું સૌથી નીચું તાપમાન ૧૩.૦ ડીગ્રી નોંધાયું

  • November 18, 2025 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર અને જિલ્લા ઠંડીનો ચમકારો દિન પ્રતિદિન વધતો જાય છે, અને ધીમે ધીમે ઠંડીનો પારો નીચે સરકતો જાય છે. આજે વહેલી સવારે કડકડતી ઠંડીના કારણે ઠંડીનો પારો વધુ અડધી ડીગ્રીના ઘટાડા સાથે વધુ નીચે સરકી ને ૧૩.૦ ડીગ્રી આસપાસ પહોંચ્યો છે, જેથી મોસમનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો છે. સાથો સાથ ભેજના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે.


 ગઈકાલે વહેલી સવારે ઠંડીનો પારો ૩ ડીગ્રીના ઘટાડા સાથે ૧૩.૫ ડીગ્રી આસપાસ રહ્યો હતો, અને ત્યારબાદ સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું, પરંતુ ગઈકાલે રાત્રેથી ઠંડીના ચમકારામાં વધારો થયો હતો, અને ઠંડીનો પારો અડધી ડિગ્રીના ઘટાડા સાથે નીચે  સરકયો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તેમજ ધીમે ધીમે ઠંડી પગ પેસારો કરતી જાય છે.


 જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે ૮.૦૦ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૩.૦ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૩૦.૦ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૧; ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૧૫.૦ થી ૨૦.૦ કિ.મી ની ઝડપે રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application